
Team India : 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 રમવા માટે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ઉતરી છે. ભારતીય ટીમનો આ પ્રવાસ 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝથી શરુ થશે. 3 મેચની વનડે સિરીઝની શરુઆત 27 જુલાઈથી થશે. અંતિમ વનડે 1 ઓગસ્ટના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 5 ટી20 મેચોની સિરીઝ 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. આ બધા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની (Indian Cricket Team) જાહેરાત થઈ છે.
આ ટી20 સિરીઝ માટે હાર્દિક પંડયાના ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સૂર્યાકુમાર યાદવને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી20 માટે ભારતીય ટીમ કઈક આવી છે – ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન, મુકેશ કુમાર.
આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ
Alert🚨: #TeamIndia‘s squad for T20I series against the West Indies announced. https://t.co/AGs92S3tcz
— BCCI (@BCCI) July 5, 2023
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. આ બંને ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ જોવા મળશે. જ્યારે ટી20 માટે આ બંને ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. સિનીયર ખેલાડીઓના સ્થાને ટી20 સિરીઝમાં યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલ પહેલી વાર ભારત માટે ટી20 રમતા જોવા મળી શકે છે.
| તારીખ | મેચ | સ્થળ |
| 04 ઓગસ્ટ | પ્રથમ ટી20 મેચ | ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ |
| 06 ઓગસ્ટ | બીજી ટી20 મેચ | પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના |
| 08 ઓગસ્ટ | ત્રીજી ટી20 મેચ | પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના |
| 12 ઓગસ્ટ | ચોથી ટી20 મેચ | સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા |
| 13 ઓગસ્ટ | પાંચમી ટી20 મેચ | સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા |
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20IsHere’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની મેચો ભારતમાં ટીવી પર જોવા માટે ક્રિકેટ ફેન્સને મોડી રાત સુધી રાહ જોવી પડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ-ભારત વચ્ચે ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર, રાત્રે 7.30 કલાકે શરુ થશે. વનડે મેચ સાંજે 7 કલાકે જ્યારે ટી20 મેચ સાંજે 8 કલાકે શરુ થશે. તેથી તમામ મેચના પરિણામ ભારતીય સમય અનુસારા રાત્ર 12 વાગ્યા પછી જાણવા મળશે.
Published On - 9:15 pm, Wed, 5 July 23