
Team India under Coach VVS Laxman : ભારત અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ 23 જુલાઈથી શરુ થવા જઈ રહ્યો છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સાથે ગૌતમ ગંભીર હશે નહી. ત્યારે હેડ કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણ સંભાળતો જોવા મળશે. આવું પહેલી વખત નથી કે, જ્યારે લક્ષ્મણના હાથમાં ટીમ ઈન્ડિયાની કમાન છે. આ પહેલા પણ જ્યારે જ્યારે જરુર પડી વીવીએસ લક્ષ્મણે ટીમ ઈન્ડિયાના કોચની ભૂમિકા નિભાવી હતી. હવે સવાલ એ છે કે, લક્ષ્મણની કોચિંગમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો રહ્યો ?
ભારતીય ટીમની સાથે વીવીએસ લક્ષ્મણે પોતાનું કોચિંગ ડેબ્યુ વર્ષ 2022માં આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી20 સીરિઝથી કર્યું હતુ. ભારતે 2 ટી20 સીરિઝ 2-0થી પોતાને નામ કરી હતી. ત્યારબાદ 2022માં ટી20 ફોર્મેટમાં રમાયેલા એશિયા કપમાં પણ ભારતે 5 મેચ વીવીએસ લક્ષ્મણની કોચિંગમાં રમી હતી. જેમાં 3માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ લક્ષ્મણની કોચિંગમાં 2023માં ચીનમાં થયેલી એશિયન ગેમ્સમાં ટી20 મેચ રમી હતી. વીવીએસ લક્ષ્મણની કોચિંગમાં ભારતે ટી20 ફોર્મેટમાં રમી હતી. 2023 એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
વર્ષ 2024માં ઝિમ્બાબ્વે પ્રવાસપર પણ ટીમ ઈન્ડિયાએ વીવીએસ લક્ષ્મણની કોચિંગમાં કર્યું હતુ. ભારતે આ પ્રવાસ પર રમાયેલી 5 ટી20 સીરિઝ 4-1થી જીતી હતી.
ટીમ ઈન્ડિયાની સાથે કોચ લક્ષ્મણનો સાથ માત્ર ટી20 મેચ સુધી સીમિત રહ્યો નથી પરંતુ વનડે સીરિઝ અને ટૂર્નામેન્ટમાં પણ કોચ રહી ચૂક્યા છે. 2022માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાયેલી વનડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ પણ વીવીએસ લક્ષ્મણની કોચિંગમાં કર્યું હતુ. ભારતે 3 વનડે સીરિઝ 3-0થી જીતી હતી.