
આજકાલ ક્રિકેટમાં ફક્ત IPL 2026 ની જ ચર્ચા હોય છે, ટેસ્ટ અને ODI ક્રિકેટને તો જાણે લોકો ભૂલી જ ગયા છે. ટીમ ઈન્ડિયાએ તો વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં કેટલાય દિવસથી એક મેચ પણ રમી નથી, છતાં ટીમ ઈન્ડિયાને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાલી રહેલી સુસ્તી વચ્ચે ICC એ તેની લેટેસ્ટ વાર્ષિક રેન્કિંગ જાહેર કરી છે, જ્યાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ રેન્કિંગમાં એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
ICC એ શુક્રવાર, 1 મે ના રોજ તમામ ટીમ રેન્કિંગ માટે લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું. વાર્ષિક અપડેટ હેઠળ છેલ્લા એક વર્ષ દરમિયાન રમાયેલી મેચોને 100% વેઈટેજ મળે છે, જ્યારે પાછલા બે વર્ષમાં રમાયેલી મેચોને 50% વેઈટેજ મળે છે. અને તેની પાછળના વર્ષની મેચોના પરિણામોને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે, જેના પરિણામે રેન્કિંગમાં ફેરફાર થયો છે.
લેટેસ્ટ રેન્કિંગમાં આ જ બન્યું છે, જ્યાં 2023 પહેલાની મેચના પરિણામોનું મહત્વ ઘટી ગયું. આનાથી ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે, જેમણે નવેમ્બર 2025 પછી એક પણ ટેસ્ટ રમી નથી. ICC દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે ભારત એક સ્થાન આગળ વધીને ઈંગ્લેન્ડને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતના હવે 104 પોઈન્ટ છે, જ્યારે ઈંગ્લેન્ડના 102 પોઈન્ટ છે. જોકે, ટીમ ઈન્ડિયા નંબર 1 ઓસ્ટ્રેલિયાથી ઘણી દૂર છે.
Australia reign supreme in ICC Men’s Test Team and Women’s ODI Team rankings in the annual update
Details https://t.co/rWfD9x2wCW
— ICC (@ICC) May 1, 2026
પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ ત્રણ પોઈન્ટનો ફાયદો ઉઠાવીને ટોચના સ્થાને પોતાની લીડ મજબૂત કરી છે. ઓસ્ટ્રેલિયાના હવે 131 પોઈન્ટ છે. વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાએ પણ ત્રણ પોઈન્ટનો ફાયદો ઉઠાવ્યો છે અને 119 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આનો અર્થ એ થયો કે હાલ ટોપ 3ટીમો વચ્ચે ઘણા પોઈન્ટનું અંતર છે. IPL પછી ઘણી ટેસ્ટ શ્રેણીઓ શરૂ થશે, જે આ પરિસ્થિતિને બદલી શકે છે.
Published On - 5:42 pm, Fri, 1 May 26