
આઈસીસી ટી20 વર્લ્ડકપ શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ભારત અને શ્રીલંકામાં ટી20 વર્લ્ડકપની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ચાહકો પણ ટી20 વર્લ્ડકપમાં પોતાની ટીમને સપોર્ટ કરવા માટે આતુર છે. ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ટી20 વર્લ્ડકપ રમવાની ના પાડી છે. ત્યારે સ્કોટલેન્ડનું નસીબ ખુલ્યું છે. તેને ટી20 વર્લ્ડકપ રમવાની એન્ટ્રી મળી છે. ત્યારે હવે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, આઈસીસી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કડક પગલા લેશે. આ સાથે હવે આઈસીસીએ રમતગમતના પત્રકારો પર પ્રતિબંધ લગાવ્યો છે.
ટુંકમાં આઈસીસીએ બાંગ્લાદેશી સ્પોર્ટસ જર્નલિસ્ટને ટૂર્નામેન્ટ કવરેજ માટે એક્રીડેટેશન આપવાની મનાઈ કરી છે. મહત્વની વાત એ છે કે, માત્ર ભારતમાં રમાનારી મેચ માટે નહી પરંતુ જે મેચ શ્રીલંકામાં રમાશે. ત્યાં પણ બાંગ્લાદેશના પત્રકાર કવર કરી શકશે નહી.
હજુ આ મામલે આઈસીસી તરફથી કોઈ અધિકારિક જાહેરાત સામે આવી નથી. પરંતુ એવો રિપોર્ટ છે કે, બાંગ્લાદેશના રમત પત્રકારોને ભારત અને શ્રીલંકામાં રમાનારી મેચમાં કવરેજ માટે એક્રીડેટેશન આપવાની આઈસીસીએ ના પાડી છે.2026 ના T20 વર્લ્ડ કપ પહેલા બધી ટીમોને વોર્મ-અપ મેચ રમવાની તક મળશે.
આ પહેલા બાંગ્લાદેશની ટીમ ભારતમાં ન રમવાની જિદ પર રહ્યું હતુ. જેને લઈ આઈસીસીએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આઈસીસીએ આ ટૂર્નામેન્ટમાં સ્કોટલેન્ડને રિપ્લેસ કર્યું છે.આઈસીસીએ સ્પષ્ટ કહ્યું કે, ટૂર્નામેન્ટના નિયમો મુજબ તમામ ટીમોએ નિર્ધારિત સ્થાન પર મેચ રમવાની રહેશે. આ સ્થિતિમાં આઈસીસીએ બાંગ્લાદેશને બહાર કરી દીધું છે.
Our men’s squad are heading to India… ✈️ https://t.co/SHqaos2bCz #FollowScotland #ChooseCricket pic.twitter.com/HPgfF9Grf7
— Cricket Scotland (@CricketScotland) January 24, 2026
7 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s વેસ્ટઈન્ડિઝ
14 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s ઈંગ્લેન્ડ
17 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s નેપાળ
19 ફેબ્રુઆરીસ્કોટલેન્ડ v/s વેસ્ટઈન્ડિઝ