
બાંગ્લાદેશ ટી20 વર્લ્ડકપ 2026માંથી બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નાટક કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ બાયકોટના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, તેની સરકાર જ વર્લ્ડકપમાં રમવાને લઈ નિર્ણય લઈ શકે છે. પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેની ટીમ ભારત વિરુદ્ધ રમાનારી મેચને બાયકોટ કરશે પરંતુ અન્ય ટીમો સામે મેચ રમશે. પાકિસ્તાની બોર્ડે આના પર નિર્ણય થોડા દિવસ માટે ટાળી દીધો છે પરંતુ જો આવું પગલું લે છે, તો તેના માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે.આ સાથે શ્રીલંકા બોર્ડને પણ નુકસાન થશે.
ભારત સાથે તણાવના કારણે બાંગ્લાદેશ સરકારે વર્લ્ડકપ માટે પોતાની ટીમને ન મોકલવાનો નિર્ણય લીધો હતો. જેનાથી વિવાદ શરુ થયો હતો. આ વિવાદ તો બાંગ્લાદેશ વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ પૂર્ણ થયો હતો પરંતુ આ બબાલમાં વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નકવી કુદી પડ્યા હતા. જેના કારણે તણાવ વધ્યો હતો. નકવીએ બાંગ્લાદેશના સમર્થનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તેની ટીમ વર્લ્ડકપમાં ભાગ લેવાનો છેલ્લો નિર્ણય સરકાર કરશે.
નકવીના આ નિવેદનથી ટૂર્નામેન્ટને બાયકોટ તેમજ ધમકીના રુપે જોવામાં આવી રહ્યું છે. આને લઈ 26 જાન્યુઆરીના રોજ નકવી વડાપ્રધાન શહબાઝ શરીફને મળ્યા હતા. તેમજ છેલ્લો નિર્ણય 30 જાન્યુઆરી કે 2 ફેબ્રુઆરીના રોજ લેવાશે. પરંતુ આ દરમિયાન પાકિસ્તાની મીડિયામાં એવી ચર્ચા થઈ રહી છે કે, પીસીબી આખી ટૂર્નામેન્ટમાં રમશે પરંતુ ભારત સામેની મેચ રમશે નહી. હાલમાં તો આ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ જો આવું થાય તો ગંભીર પરિણામ આવી શકે છે.
જો પાકિસ્તાનની ટીમ માત્ર ભારત સામેની મેચનો બહિષ્કાર કરે છે. તો આ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન માનવામાં આવશે. જેને લઈ આઈસીસી આના પર સખ્ત એક્શન લઈ શકે છે. આ સિવાય પાકિસ્તાની ટીમને ટૂર્નામેન્ટમાંથી પણ બહાર કરવામાં આવી શકે છે.માત્ર પાકિસ્તાન જ નહીં શ્રીલંકાને પણ નુકસાન થશે.
જો ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય તો ફક્ત PCB જ નહીં, ICC અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડને પણ નુકસાન થઈ શકે છે. ભારત-પાકિસ્તાન મેચ લગભગ દરેક વર્લ્ડ કપમાં સ્પોન્સરશિપ અને પ્રસારણમાં ICCને સૌથી વધુ આવક મેળવે છે. જો આ મેચ નહીં થાય, તો તે આ આવક ગુમાવશે, જેનાથી તેના આવક પર અસર પડશે.તેમજ સ્ટેડિયમની મેચ રદ્દ થાય છે. તો પહેલાથી જે ટિકિટ વેચાય છે. તેને પૈસા પરત આપવા પડશે.
એટલું જ નહીં, ICCના રેવન્યુ શેરિંગ મોડેલ હેઠળ, પાકિસ્તાનને વાર્ષિક 34 મિલિયન અથવા આશરે 311 કરોડ રૂપિયા (INR) મળે છે, જે PCB ની કમાણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પાકિસ્તાન આ આવકનો તમામ અથવા નોંધપાત્ર ભાગ ગુમાવી શકે છે, અને તેને ગંભીર દંડનો સામનો પણ કરવો પડી શકે છે. વધુમાં, તેને આગામી કેટલીક ICC ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી પણ પ્રતિબંધિત કરી શકાય છે.