Breaking News : ટીમ ઈન્ડિયામાં 18 મહિના પછી પરત ફર્યો સરફરાજ ખાન, શ્રીલંકા સામે દેખાડશે તાકાત

India vs Sri Lanka: સરફરાઝ ખાને પોતાની છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2024માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. જ્યારે જાન્યુઆરી 2025માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ફર્યા પછી તે ટીમ ઈન્ડિયાથી બહાર હતો.

Breaking News : ટીમ ઈન્ડિયામાં 18 મહિના પછી પરત ફર્યો સરફરાજ ખાન, શ્રીલંકા સામે દેખાડશે તાકાત
| Updated on: Aug 10, 2026 | 12:36 PM

શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ રમાઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમમાં વધુ એક ફેરફાર જોવા મળ્યો હતો. જસપ્રીત બુમરાહ બહાર થયા બાદ સાંઈ સુદર્શન પણ આ પ્રવાસમાંથી બહાર થયો હતો. પહેલા એવા સમાચાર હતા કે, સાંઈ સુદર્શન આ સીરિઝમાં રમી શકશે નહી. કારણ કે, તે ઈજામાંથી બહાર આવ્યો ન હતો. હવે બીસીસીઆઈએ પણ જાહેરાત કરી છે કે, સુદર્શન આ સીરિઝનો ભાગ બનશે નહી.

બીસીસીઆઈએ ડાબા હાથના બેટ્સમેનના સ્થાને સરફરાઝ ખાનની પસંદગી કરી છે, જે ટૂંક સમયમાં કોલંબોમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.

સરફરાઝની કેમ પસંદગી કરાઈ?

રવિવાર 9 ઓગસ્ટના રોજ ભારત અને શ્રીલંકા ક્રિકેટ ઈલેવન વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ પૂર્ણ થયાના થોડા સમય પછી બીસીસીઆઈએ આમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. પોતાની પ્રેસ રિલીઝમાં બોર્ડે જણાવ્યું કે, ફ્રેક્ચરથી ઝઝુમી રહેલા સાંઈ સુદર્શન સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી. બેંગ્લોરમાં સેન્ટર ઓફ એક્સિલેન્સમાં છે. જ્યાં મેડિકલની ટીમ તેના પર નજર રાખી રહી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું કે, આ સુધારા પછી સાંઈસુદર્શન આ ટેસ્ટ સીરિઝમાં ભાગ લેશે નહી. આ કારણે સિલેક્શન કમેટીએ સરફરાઝ ખાનની પસંદગી કરી હતી.

 

 

 

સરફરાઝ ખાન જાન્યુઆરી 2025 પછીથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. તેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એક પણ મેચ રમવાની તક મળી ન હતી. છેલ્લી વખત તે નવેમ્બર 2024માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં રમતો જોવા મળ્યો હતો. પરંતુ તેમ છતાં તે ટીમમાંથી બહાર હતો. તેના પર ખુબ સવાલો ઉઠ્યા હતા. આ કારણે સિલેક્શન કમેટી અને ટીમ મેનેજમેન્ટની અલોચના પણ થઈ રહી હતી પરંતુ હવે તે ટીમમાં પરત ફર્યો છે.

સરફરાઝના સિલેક્શનની સૌથી મોટી વાત એ છે કે, તે સ્પિન વિરુદ્ધ તેની રમત ખુબ મજબુત છે. કોઈ પણ દબાવ વગર તે રનનો ઢગલો કરી શકે છે. આ કારણે શ્રીલંકાને મુશ્કેલ પરિસ્થિતિમાં નાંખશે.

 

કોલંબોમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે સરફરાઝ ખાન , જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.