
શેન વોર્ન આઈપીએલમાં વેચાયેલો પહેલો ખેલાડી હતો. રાજસ્થાન રોયલ્સનો પહેલો કેપ્ટન હતો. તેની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે આઈપીએલની પહેલી સીઝન પોતાને નામ કરી હતી પરંતુ શું તમે જાણો છો કે,આઈપીએલ 2026 શરુ થતાં પહેલા રાજસ્થાન રોયલ્સની 15300 કરોડ રુપિયાની ડીલ થઈ છે. તેનો ફાયદો શેન વોર્ને પણ થયો છે. ભલે વોર્ન હવે આ દુનિયામાં રહ્યો નથી પરંતુ તેનો ફાયદો તેના પરિવરાને જરુર થશે. સરળ શબ્દોમાં કહીએ તો રાજસ્થાન રોયલસના 15300 કરોડ રૂપિયામાં વેચાયા બાદ શેન વોર્નના પરિવારને મોટો ફાયદો થયો છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે, આવું કઈ રીતે થશે? રાજસ્થાન રોયલ્સને યુએસ બેસ્ડ કલ સોમાનીએ અંદાજે 15300 કરોડ રુપિયા ખર્ચ કરી ખરીદી છે. જેનો ફાયદો શેન વોર્નના પરિવારને કઈ રીતે થશે. આનો જવાબ છે શેન વોર્નના વિચાર, તેમણે ભવિષ્યને ધ્યાનમાં રાખી એક નિર્ણ લીધો હતો. જેની જાણ થતાં લોકો શેન વોર્નનો માસ્ટર સ્ટ્રોક પણ કહી રહ્યા છે.
શેન વોર્નને રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલની 4 સીઝન રમી છે. આ દરમિયાન તેમણે દરેક સીઝનમાં 9.35 કરોડ રુપિયાનો પગાર મળ્યો હતો. પરંતુ આ પગાર સિવાય તેમણે રાજસ્થાન રોયલ્સ પાસેથી બીજી પણ એક વાતની માંગ કરવામાં આવી હતી, અને તે હતી ફ્રેન્ચાઇઝમાં ઇક્વિટી. શેન વોર્ન દર વર્ષે રાજસ્થાન ફ્રેન્ચાઇઝમાં 0.75 ટકા ઇક્વિટી રાખતો હતો. વોર્ને IPLની ચાર સીઝન રમી હતી, તેથી 0.75 ટકા પર, રાજસ્થાન રોયલ્સમાં તેની કુલ ઇક્વિટી 3 ટકા થઈ ગઈ.હવે રાજસ્થાન રોયલ્સ અંદાજે 1500 કરોડ રુપિયામાં વેચાઈ છે. તો 3 ટકાના હિસાબથી તેના ભાગમાં અંદાજે 460 કરોડ રુપિયા આવશે. તે પરિવારને મળશે.
શેન વોર્ને આઈપીએલમાં રાજસ્થાન રોય્લસ માટે 4 સીઝનમાં કુલ 55 મેચ રમી છે. જેમાં તેમણે 57 વિકેટ પોતાને નામ કરી છે. જે આઈપીએલ 2008થી આઈપીએલ 2011 સુધી રાજસ્થાનની સાથે છએ. તેની સૌથી સફળ સીઝન આઈપીએલ 2008 રહી હતી. જેમાં તેમણે 19 વિકેટ લીધી હતી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી.
Published On - 12:56 pm, Wed, 25 March 26