AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સંજુ સેમસને પોતે જ ટીમની બહાર રહેવાનો નિર્ણય લીધો? નવા રિપોર્ટમાં મોટો ખુલાસો

ઈંગ્લેન્ડ સામેની બીજી T20માં સંજુ સેમસનને બહાર રાખવાના નિર્ણય પર ભારે ચર્ચા ચાલી રહી હતી. જોકે હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેમસને પોતે જ મેચમાંથી બહાર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દાવા બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Breaking News: સંજુ સેમસને પોતે જ ટીમની બહાર રહેવાનો નિર્ણય લીધો? નવા રિપોર્ટમાં મોટો ખુલાસો
Sanju SamsonImage Credit source: PTI
| Updated on: Jul 07, 2026 | 9:29 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 માં સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. ઘણા પૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ હવે સામે આવેલા એક નવા અહેવાલે સમગ્ર મામલાને અલગ જ દિશા આપી છે.

સંજુ સેમસન પોતે જ બહાર થયો

એક અહેવાલ અનુસાર, સંજુ સેમસને સતત ત્રણ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી T20 માંથી પોતે જ બહાર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ નિર્ણય બાદ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી હતી. જોકે આ દાવાની BCCI અથવા સંજુ સેમસન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટીમ મેનેજમેન્ટ અને સંજુ સેમસન વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ છે. સેમસન લાંબા ગાળાની યોજના હેઠળ 2028 ના T20 વર્લ્ડ કપ માટે મહત્વનો ખેલાડી માનવામાં આવે છે. તેથી આ નિર્ણયને ટીમના ભવિષ્ય સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાંથી સંજુ બહાર

જોકે હાલનો સૌથી મોટો વિવાદ ઈંગ્લેન્ડ શ્રેણી નહીં પરંતુ ઝિમ્બાબ્વે પ્રવાસને લઈને છે. BCCI એ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે જાહેર કરેલી ટીમમાં સંજુ સેમસનને સ્થાન આપ્યું નથી. તેના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન પ્રભસિમરન સિંહને તક આપવામાં આવી છે.

BCCI તરફથી કોઈ સ્પષ્ટતા નહીં

ટીમ ઇન્ડિયાના સૂત્રોનું કહેવું છે કે સંજુ સેમસનને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે કેટલાક મીડિયા અહેવાલોમાં તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આખરે સંજુની ગેરહાજરીનું સાચું કારણ શું છે, તે અંગે BCCI તરફથી સ્પષ્ટતા થયા બાદ જ સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.

Breaking News: સૂર્યકુમાર યાદવે વૈભવ સૂર્યવંશી વિશે શું કહ્યું? સોશિયલ મીડિયા પરની અફવાઓ પર તોડ્યું મૌન

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">