
RJ Mahvash on Yuzvendra Chahal : ગત વર્ષે આરજે મહવશ અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ વચ્ચે રોમાન્સની અફવાઓ ચર્ચામાં હતી.બંન્નેએ ક્યારેય જાહેરમાં આ સંબંધો સ્વીકાર્યા ન હતા. એકબીજાને માત્ર ફ્રેન્ડ ગણાવ્યા હતા. પરંતુ જાન્યુઆરી મહિનામાં એકબીજાને અનફોલો કર્યા છે. ત્યારબાદ બંન્ને વચ્ચે સંબંધો સારા ન હોવાની પણ ચર્ચા થઈ રહી છે. હવે મહિનાઓ પછી આરજે મહવશે એક ઇન્ટરવ્યુમાં પોતાના સંબંધો વિશે ખુલ્લીને વાત કરી છે. આ દરમિયાન આરજે મહવશે જણાવ્યું કે, બંન્ને એકબીજાને કેમ અનફોલો કર્યા હતા.
આરજે મહવશની પર્સનલ લાઈફને લઈ અવાર-નવાર ચર્ચાઓ થતી રહેતી હોય છે. લાંબા સમય સુધી તેનું નામ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે જોડાયેલું હતુ. બંન્ને અનેક વખત સાથે જોવા મળ્યા હતા પરંતુ બાદમાં બંન્નેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા છે. ત્યારબાદ બ્રેકઅપની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે આરજે મહવશે અફેર અને બ્રેકઅપના સમાચાર પર મૌન તોડ્યું છે.
જ્યારે આરજે મહવશને તેના ક્રિકેટરના સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલોઅને અનફોલો કરવા વિશે પુછ્યું તો તેમણે કહ્યું કે, લોકોની આદત હોય છે કે,નાની નાની વાતો મોટી બનાવી દેવી. જ્યારે તમે ખુબ આ પરિસ્થિતમાંથી પસાર થાવ છો. તો આટલી મોટી વાત લાગતી નથી. 2 ફ્રેન્ડે એકબીજાને અનફોલો કર્યા કે ફોલો કર્યા વાત ત્યાં પૂર્ણ થઈ જાય છે.હકીકતમાં, જ્યારે તમે તમારા મિત્રો સાથે કોઈ પણ ખચકાટ વગર વાહિયાત વાતો કરી શકો છો, ત્યારે તમારે તેમના પ્રત્યે કોઈ દ્વેષ રાખવો જોઈએ નહીં. તેથી હું હંમેશા તેમને શુભેચ્છા પાઠવીશ, અને મારી શુભેચ્છાઓ હંમેશા તેમની સાથે રહેશે. તેમાં કંઈ ખોટું નથી.”
શું ક્યારેય એવો સમય હતો જ્યારે તેઓ ફક્ત મિત્રોથી વધારે હતા? મહવશે જવાબ આપ્યો, “ના, એવું ક્યારેય બન્યું નહીં. હું હંમેશા તેની ખૂબ જ સારી મિત્ર રહી છું. તે સમયે (જ્યારે ચહલ તેના અલગ થવાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો), તેને એક સારા મિત્રની જરૂર હતી. તેથી અમે બધા તેની IPL સીઝન સારી રીતે ચાલે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હું સપોર્ટ સિસ્ટમ તરીકે તેની સાથે ઉભી રહી. ભવિષ્યમાં, અમે હંમેશાની જેમ મળતા રહીશું. હું કોઈપણ ડર વિના તેની સાથે ઉભી રહીશ.”