Breaking News : ભારતીય ટીમમાં ફેરફાર, પાટીદાર બહાર થયો, રિંકુને મોટી જવાબદારી સોંપવામાં આવી

રજત પાટીદારે બીસીસીઆઈને જાણ કરી છે કે તે સતત ઈજાઓને કારણે 50 ઓવરના ફોર્મેટમાં પસંદગી માટે ઉપલબ્ધ નથી. જેના પગલે, તેને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે (Rising Stars Asia Cup 2026)ઇન્ડિયા એ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

Breaking News : ભારતીય ટીમમાં ફેરફાર, પાટીદાર બહાર થયો, રિંકુને મોટી જવાબદારી સોંપવામાં આવી
| Updated on: Nov 08, 2026 | 1:37 PM

રાઈઝિંગ સ્ટાર એશિયા કપ માટે ભારતીય એ ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાના કારણે ઝઝુમી રહેલા રજત પાટીદારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી. કે તે હાલમાં 50 ઓવરની મેચ માટે ઉપલબ્ધ રહેવા માંગતો નથી. ત્યારબાદ તેમને ટૂર્નામેન્ટમાંથી ભારતીય એ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને આયુષ બદોનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રિંકુ સિંહને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઈજાના કારણે પાટીદારે લીધો નિર્ણય

બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા અપડેટ મુજબ રજત પાટીદારને બોર્ડે જણાવ્યું કે, તે પોતાની ઈજામાંથી બહાર આવવા પર ધ્યાન આપે. આ કારણે તેને 50 ઓવરના ફોર્મેટમાં પસંદગી માટે વિચારણા ન કરવા વિનંતી કરી છે. તેના નિર્ણય બાદ, તેને ACC રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ઇન્ડિયા A ટીમમાંથી નામ પરત લીધું હતુ. પસંદગી સમિતિએ તેના સ્થાને આયુષ બદોનીનું નામ આપ્યું છે.

 

 

 

રિંકુ સિંહને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો

ટીમમાં બીજો ફેરફાર નેતૃત્વનો છે. પસંદગી સમિતિએ રિંકુ સિંહને ભારત A ટીમના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. તિલક વર્મા ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. ટીમમાં અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન સિંહ જેવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. બે વિકેટકીપર-બેટ્સમેન, પ્રભસિમરન સિંહ અને કુમાર કુશાગ્રનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટ 19 નવેમ્બરથી દોહામાં યોજાશે. ભારત ગ્રુપ B માં છે અને લીગ સ્ટેજમાં નેપાળ, પાકિસ્તાન A અને UAE સામે ટકરાશે.

રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો. અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, તિલક વર્મા, રિંકુ સિંહ, કુમાર કુશાગ્ર, સૂર્યાંશ શેડ્ગે, શાહબાઝ અહમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયાન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ , અરશદ ખાન અને આયુષ બદોની

ક્રિકેટરના પરિવારમાં પાંચ ભાઈ-બહેન, પત્ની સાંસદ જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.