Breaking News: 400 રન… ચિન્મય સુતારે રચ્યો ઈતિહાસ, આવો કમાલ કરનાર માત્ર બીજો ભારતીય બેટ્સમેન
મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતારે નાગાલેન્ડ સામે અણનમ 400 રનની ઐતિહાસિક ઇનિંગ રમી છે. આ સાથે તે રણજી ટ્રોફીના ઇતિહાસમાં 400 રન બનાવનાર માત્ર બીજો બેટર બન્યો છે. 1948માં ભાઉસાહેબ નિમ્બાલકરે 443 રનની ઇનિંગ રમી હતી અને હવે 78 વર્ષ બાદ ચિન્મયે આ ખાસ ક્લબમાં એન્ટ્રી કરી છે.

સદી નહીં, બેવડી સદી નહીં, ત્રેવડી સદી નહીં, આ ભારતીય ખેલાડીએ રણજી ટ્રોફીમાં ચાર સદી ફટકારી છે. અમે વાત કરી રહ્યા છીએ મિઝોરમના બેટ્સમેન ચિન્મય સુતાર વિશે જેણે નાગાલેન્ડ સામે રણજી ટ્રોફી મેચમાં અણનમ 400 રન બનાવ્યા હતા. ચિન્મય સુતાર વિશ્વનો 10મો બેટ્સમેન છે અને ભારતનો બીજો બેટ્સમેન છે જેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. 78 વર્ષ પહેલા ભાઉસાહેબ નિમ્બાલકરે 1948માં કાઠિયાવાડ સામે 443 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો, હવે ચિન્મય 400 રનના આંકડા સુધી પહોંચી ગયો છે.
બ્રાયન લારાનો વર્લ્ડ રેકોર્ડ
તમને જણાવી દઈએ કે બ્રાયન લારા પછી સેમ નોર્થેસ્ટે 2022માં 410 રનની ઇનિંગ રમી હતી. હવે ચિન્મય સુતારે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 400 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. બ્રાયન લારાએ 2004માં ઇંગ્લેન્ડ સામે 400 રનની ઇનિંગ રમી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર છે. બ્રાયન લારાના નામે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી લાંબી ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ છે. લારાએ 1994માં ડરહામ સામે 501 રનની ઇનિંગ રમી હતી.
A KNOCK FOR THE AGES FROM CHINMAY SUTAR
Mizoram batter Chinmay Sutar etches his name into Ranji Trophy history, becoming only the second batter to score 400, after B.B. Nimbalkar’s iconic 443* for Maharashtra against Kathiawar in 1948.
#RanjiTrophy https://t.co/gzlKRFCNNG
— CricTracker (@Cricketracker) October 19, 2026
400થી વધુ રન બનાવનાર બેટ્સમેનો
- બ્રાયન લારાના નામે અણનમ 501 રનનો વિશ્વ રેકોર્ડ છે
- હનીફ મોહમ્મદે 1959માં 499 રનની ઇનિંગ રમી હતી
- ડોન બ્રેડમેને 1930માં અણનમ 452 રન બનાવ્યા હતા
- 1948માં ભાઉસાહેબ નિમ્બાલકરે 443 રન બનાવ્યા હતા
- 1927માં બિલ પોન્સફોર્ડે 437 રન બનાવ્યા હતા
- 1923માં બિલ પોન્સફોર્ડે 429 રન બનાવ્યા હતા
- 1974માં આફતાફ બલોચે 428 રનની ઇનિંગ રમી હતી
- 1895માં આર્ચી મેકલેરેને 424 રનની ઇનિંગ રમી હતી
- 2022માં સેમ નોર્થેસ્ટે 410 રન બનાવ્યા હતા
- 1988માં ગ્રીમ હિકે અણનમ 405 રન બનાવ્યા હતા
- 2004માં બ્રાયન લારાએ ઇંગ્લેન્ડ સામે અણનમ 400 રન બનાવ્યા હતા
- ચિન્મય સુતારે 19 ઓક્ટોબર, 2026ના રોજ નાગાલેન્ડ સામે 400 રન બનાવ્યા હતા
ચિન્મય સુતારના અદ્ભુત આંકડા
ચિન્મય સુતારે પોતાની 400 રનની મેરેથોન ઇનિંગમાં 517 બોલનો સામનો કર્યો, જેમાં 326 બોલમાં કોઈ રન બનાવ્યો નહીં. તેણે પોતાની ઇનિંગમાં 46 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. સુતારની ઉત્તમ બેટિંગને કારણે મિઝોરમે 154.1 ઓવરમાં 581 રન પર પોતાની ઇનિંગ ડિકલેર કરી.
