Breaking News : ODI World Cup 2027માં ક્યારે અને કઈ ટીમ સાથે ભારતીય ટીમ ટકરાશે, જોઈ લો આખું શેડ્યુલ

ODI World Cup 2027 : વનડે વર્લ્ડકપ 2027 માટે ગ્રુપ અને શેડ્યુલની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે ટૂર્નામેન્ટનું ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે ભારતીય ટીમનું શેડ્યુલ પહેલાથી લાંબું રહેવાનું છે.

Breaking News : ODI World Cup 2027માં ક્યારે અને કઈ ટીમ સાથે ભારતીય ટીમ ટકરાશે, જોઈ લો આખું શેડ્યુલ
| Updated on: Oct 02, 2026 | 8:52 AM

Team India Schedule For ODI World Cup 2027: આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ 2027નું શેડ્યુલ સામે આવ્યું છે. આ વખતે ટૂર્નામેન્ટની સંયુક્ત મેજબાની સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા કરી રહ્યા છે. આ મહાકુંભ 2 ઓક્ટોમ્બરથી શરુ થઈ 21 નવેમ્બર 2027 સુધી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરુઆત 7 ઓક્ટોમ્બરના રોજ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કેપ ટાઉનમાં કરશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં કુલ 5 મેચ રમશે. ત્યારબાદ સુપર સ્ટેજ અને ફત્યારબાદ સુપર સ્ટેજ અને નોકઆઉટ મેચ પણ રમાશે.

ક્યારે અને કઈ ટીમ સાથે ટકરાશે ભારત?

ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2027માં પોતાની પહેલી મેચ 7 ઓક્ટોમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવા ઉતરશે. ત્યારબાદ સૌથી મોટો રોમાંચ 10 ઓક્ટોમ્બરના રોજ જોવા મળશે. જે જોહન્સિંગબર્ગના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે. ત્યારબાદ ભારતીય ટીમ 17 ઓક્ટોબર 2027ના રોજ ક્વોલિફાયર એનો સામનો કરશે. ટીમ ઈન્ડિયા પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 24 ઓક્ટોબર 2027ના રોજ ઝિમ્બાબ્વે વિરુદ્ધ વિક્ટોરિયા ફોલ્સમાં રમશે.

 

 

 

ભારતનો મેચ શેડ્યૂલ

  • ભારત v/s ઓસ્ટ્રેલિયા – 7 ઓક્ટોબર, 2027 – કેપ ટાઉન
  • ભારત v/s પાકિસ્તાન – 10 ઓક્ટોબર, 2027 – જોહાનિસબર્ગ
  • ભારત v/sઅફઘાનિસ્તાન – 14 ઓક્ટોબર, 2027 – ત્શ્વેન
  • ભારત v/s ક્વોલિફાયર A – 17 ઓક્ટોબર, 2027 – બ્લૂમફોન્ટેન
  • ઝિમ્બાબ્વે v/s ભારત – 24 ઓક્ટોબર, 2027 – વિક્ટોરિયા ફોલ્સ

ગ્રુપ સ્ટેજ પછી સુપર સ્ટેજ અને નોકઆઉટ મેચ

ટીમ ઈન્ડિયા જો ગ્રુપ સ્ટેજના પોઈન્ટ ટેબલમાં ટોપ 3ની અંદર પૂર્ણ કરે છે. તો તે સુપર સ્ટેજમાં પહોંચી જશે. સુપર સ્ટેજ માટે બંનેમાંથી કુલ 7 ટીમ ક્વોલિફાય કરશે. ભારત સુપર સ્ટેજમાં પણ 6 મેચમાં રમશે. ત્યારબાદ ટોપ-4માં ફિનિશ કરવા પર તે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરશે. ત્યારપછી 17 નવેમ્બર અને 18 નવેમ્બરના સેમિફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ 21 નવેમ્બર 2027ના ટૂર્નામેન્ટનો ખિતાબી મેચ રમાશે.

નોકઆઉટ મેચ શેડ્યૂલ

  • બુધવાર, 17 નવેમ્બર: પ્રથમ સેમિ-ફાઇનલ – કેપ ટાઉન
  • ગુરુવાર, 18 નવેમ્બર: બીજી સેમિ-ફાઇનલ – ત્શ્વેન
  • રવિવાર, 21 નવેમ્બર: ફાઇનલ – જોહાનિસબર્ગ

 

પૂર્વ ક્રિકેટરનો દીકરો રોમેન્ટિક ફિલ્મથી બન્યો નેશનલ ક્રશ, હિટમાંથી ફ્લોપ બનેલા અભિનેતાનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.