Breaking News: કેન્સરને માત આપી, હવે 10 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો આ બેટ્સમેન, અચાનક મળી તક

નિક મેડિન્સન ફરી એકવાર ઓસ્ટ્રેલિયન જર્સી પહેરવા માટે તૈયાર છે. તેણે તાજેતરમાં જ જીવલેણ બીમારી ટેસ્ટિક્યુલર કેન્સર પર વિજય મેળવ્યો છે. તે 10 વર્ષ પછી વાપસી કરી રહ્યો છે.

Breaking News: કેન્સરને માત આપી, હવે 10 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો આ બેટ્સમેન, અચાનક મળી તક
Nic Maddinson
Image Credit source: X
| Updated on: Oct 01, 2026 | 9:52 PM

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે એક મોટો નિર્ણય લીધો છે. ડાબોડી બેટ્સમેન નિક મેડિન્સન ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી કરી છે. ટેસ્ટિક્યુલર કેન્સરના જીવલેણ રોગને હરાવીને તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફરવા માટે તૈયાર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેડિન્સનની સાથે અનકેપ્ડ વિકેટકીપર-બેટ્સમેન સેમ હાર્પરને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે.

મેડિસનનું 10 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં કમબેક

મેડિન્સને 2016 માં ઓસ્ટ્રેલિયા માટે દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. ત્યારથી તે ટેસ્ટ ટીમની બહાર છે. 2015 માં ટેસ્ટિક્યુલર કેન્સરની સારવાર અને કીમોથેરાપી કરાવ્યા પછી તેણે એક પણ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી નથી. જોકે, તેના તાજેતરના ફોર્મ અને અનુભવે પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે.

કેન્સરને માત આપી કમબેક

કીમોથેરાપી પૂર્ણ કર્યા પછી મેડિસન બિગ બેશ લીગ (BBL) માં સિડની થંડર માટે અને 2025-26 સીઝનમાં ન્યૂ સાઉથ વેલ્સની સેકન્ડ ઇલેવન માટે રમ્યો, જોકે તે શેફિલ્ડ માટે રમી શક્યો નહીં. ગયા મહિને, તેને ન્યૂ સાઉથ વેલ્સની શેફિલ્ડ શીલ્ડ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેની નવી સીઝન આવતા અઠવાડિયે શરૂ થશે. ટેસ્ટ ટીમમાં પસંદગી પામતા પહેલા, મેડિસને વન ડે કપમાં વિક્ટોરિયા સામે 126 રનની ધમાકેદાર સદી ફટકારીને પોતાની ફિટનેસ અને ફોર્મ દર્શાવ્યું.

 

સેમ હાર્પરને ટેસ્ટ ટીમમાં મળ્યું સ્થાન

અનકેપ્ડ વિકેટકીપર-બેટ્સમેન સેમ હાર્પરને પહેલીવાર નેશનલ ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્પર હાલમાં ભારતમાં ઈન્ડિયા A સામે બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી રમી રહેલી ઓસ્ટ્રેલિયા A ટીમનો ભાગ છે. તેણે પુડુચેરીમાં રમાયેલી બીજી ચાર દિવસીય મેચમાં શાનદાર સદી ફટકારી હતી. પરિણામે, હાર્પર હવે નેશનલ ટેસ્ટ ટીમમાં જોડાવા માટે ભારતથી સીધો દક્ષિણ આફ્રિકા જશે.

ઓસ્ટ્રેલિયન ટીમમાં ફેરફાર

ઓસ્ટ્રેલિયન ટીમમાં અચાનક થયેલા આ ફેરફાર માટે ઇજાઓ જવાબદાર છે. વિકેટકીપર-બેટ્સમેન જોશ ઇંગ્લિસને આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે ટેસ્ટ શ્રેણીમાંથી સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યો છે. દરમિયાન, ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને બુધવારે રમાયેલી અંતિમ વનડે દરમિયાન પેટના સ્નાયુઓમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે ડરબનમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભાગ લેવા અંગે અનિશ્ચિત હતો.

Breaking News: 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

Published On - 9:51 pm, Thu, 1 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.