Breaking News : IPL 2025 ના નવા શેડ્યૂલની જાહેરાત, આ તારીખે રમાશે ફાઈનલ મેચ

BCCI એ IPL 2025 માટે નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. 17 મેથી શરૂ થનારી કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે અને ફાઈનલ મેચ 3 જૂને રમાશે.

Breaking News : IPL 2025 ના નવા શેડ્યૂલની જાહેરાત, આ તારીખે રમાશે ફાઈનલ મેચ
IPL 2025
Image Credit source: PTI
| Updated on: May 12, 2025 | 10:54 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, BCCI એ 9 મે ના રોજ IPL ને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું. આ પહેલા 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ બાદ, BCCI એ બાકીની મેચો માટે એક નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. નવા સમયપત્રક મુજબ, લીગ 17 મેથી ફરી શરૂ થશે અને કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે. આ ઉપરાંત, ફાઇનલ મેચ 3 જૂને યોજાશે.

IPL 2025નું નવું શેડ્યૂલ જાહેર

BCCIએ બાકીની મેચો 6 સ્થળોએ યોજવાનો નિર્ણય લીધો છે, જેમાં બેંગલુરુ, દિલ્હી, લખનૌ, મુંબઈ, અમદાવાદ અને જયપુરનો સમાવેશ થાય છે. આ દરમિયાન, બાકીની લીગ મેચો 17 મે થી 25 મે દરમિયાન રમાશે, જેમાં 2 ડબલ હેડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્લેઓફ મેચો 29 મેથી શરૂ થશે અને ફાઈનલ મેચ 3 જૂને યોજાશે. પરંતુ BCCI એ હજુ સુધી પ્લેઓફ મેચો માટે સ્થળો નક્કી કર્યા નથી. તે પછીથી તેની જાહેરાત કરશે.

 

BCCIએ પ્રેસ રિલીઝ જારી કરી

એક પ્રેસ રિલીઝ જારી કરીને, IPLએ જણાવ્યું હતું કે, ‘BCCIને ટાટા IPL 2025 ફરી શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે, જે 17 મેથી શરૂ થશે અને 3 જૂને ફાઈનલમાં સમાપ્ત થશે. નવા શેડ્યૂલમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, જે બે રવિવારે રમાશે. પ્લેઓફનો સમય નીચે મુજબ છે – ક્વોલિફાયર 1 – 29 મે, એલિમિનેટર – 30 મે, ક્વોલિફાયર 2 – 1 જૂન અને ફાઈનલ – 3 જૂન. પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે. BCCI આ તકનો લાભ લઈને ફરી એકવાર ભારતીય સેનાની બહાદુરીને સલામ કરે છે, જેમના પ્રયાસોથી ક્રિકેટનું સુરક્ષિત પુનરાગમન શક્ય બન્યું છે.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરની સફળતા પર સચિન તેંડુલકરે પીએમ મોદી અને ભારતીય સેનાને સલામ કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 10:42 pm, Mon, 12 May 25