
શ્રીલંકાની ટીમ ડિસેમ્બરમાં ત્રણ મેચની ODI શ્રેણી રમવા માટે ભારતનો પ્રવાસ કરવાની છે. એવા અહેવાલો હતા કે દિલ્હીમાં યોજાનારી ODI મેચ અમદાવાદ ખસેડવામાં આવશે, પરંતુ BCCIએ હવે આ વાતને ખોટી ગણાવી છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે ODI મેચ દિલ્હીથી ખસેડવામાં આવી હોવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. BCCIએ આવો કોઈ નિર્ણય લીધો નથી. આ ODI મેચ 13 ડિસેમ્બરે રમાશે અને BCCIના મતે તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જ રમાશે.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ દિલ્હી વનડેને અમદાવાદ ખસેડવાના અહેવાલોને નકારી કાઢતા કહ્યું, “ભારત-શ્રીલંકા વનડે મેચને દિલ્હીથી અમદાવાદ ખસેડવાના અહેવાલો સાચા નથી. BCCIએ આવો કોઈ નિર્ણય લીધો નથી. અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ શેડ્યૂલ પર અપડેટ્સ માટે BCCIની સત્તાવાર પ્રેસ રિલીઝનો સંદર્ભ લે. દ્વિપક્ષીય શ્રેણીની મેચો નીતિ અનુસાર શહેરોમાં ફાળવવામાં આવે છે.”
BCCI denies rumors of moving the India-Sri Lanka ODI from Delhi to Ahmedabad, clarifying that bilateral matches follow a standard policy and urging media to trust official announcements only!
#CricketTwitter #BCCI #TeamIndia #IndvsSL https://t.co/yiqp9A67MC
— Clutch Sports (@Clutchsportsz) October 12, 2026
હવે પ્રશ્ન એ છે કે, ભારત-શ્રીલંકા વનડે દિલ્હીથી ખસેડવામાં આવી હોવાના અહેવાલો શા માટે આવ્યા હતા? એવા અહેવાલો હતા કે DDCL અરુણ જેટલી સ્ટેડિયમમાં નવીનીકરણની યોજના બનાવી રહ્યું છે. આમાં પિચ અને આઉટફિલ્ડ બંનેનું નવીનીકરણ અને આધુનિક ડ્રેનેજ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો સમાવેશ થશે. નવીનીકરણથી મેચોનું સ્થાનાંતરણ થઈ શકે છે, પરંતુ BCCIએ હવે સ્પષ્ટપણે આ વાતનો ઇનકાર કર્યો છે.
13 ડિસેમ્બર: પહેલી ODI, દિલ્હી
16 ડિસેમ્બર, બીજી ODI, ચેન્નાઈ
19 ડિસેમ્બર: ત્રીજી ODI, અમદાવાદ
22 ડિસેમ્બર: પહેલી T20, રાજકોટ
25 ડિસેમ્બર: બીજી T20, કટક
27 ડિસેમ્બર, ત્રીજી T20, પુણે