Breaking News: IPL જેવી નવી લીગની જાહેરાત, 6 ટીમો લેશે ભાગ, જાણો ક્યારે અને ક્યાં યોજાશે ટુર્નામેન્ટ

ભારતમાં IPL શરુ થયા બાદ અનેક દેશોમાં IPL જેવી T20 લીગ શરુ થઈ અને આ તમામ લીગ સફળ રહી. હાલમાં જ સમાપ્ત થયેલ T20 વર્લ્ડ કપમાં ફાઈનલમાં ભારત સામે હારનાર દેશમાં પણ IPL જેવી નવી T20 લીગ શરુ થવા જઈ રહી છે. આ T20 લીગ સુપર સ્મેશ T20 ટુર્નામેન્ટનું સ્થાન લેશે.

Breaking News: IPL જેવી નવી લીગની જાહેરાત, 6 ટીમો લેશે ભાગ, જાણો ક્યારે અને ક્યાં યોજાશે ટુર્નામેન્ટ
NZ20
Image Credit source: X
| Updated on: Mar 23, 2026 | 4:35 PM

ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકા અને દુબઈમાં યોજાતી T20 લીગની સફળતા જોયા પછી, ન્યુઝીલેન્ડે પણ પોતાની T20 લીગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે સુપર સ્મેશ T20 ટુર્નામેન્ટને NZ20 ફ્રેન્ચાઇઝ લીગથી બદલવાનો નિર્ણય લીધો છે, જેમાં છ ટીમો ભાગ લેશે.

NZ20 લીગ થશે શરુ

IPLની જેમ, આ છ ટીમોના અલગ અલગ માલિકો હશે અને તે આવતા વર્ષે 2027 માં શરૂ થશે. આ ટુર્નામેન્ટ જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટનું કહેવું છે કે તેઓ આ ટુર્નામેન્ટ ફક્ત પુરુષો માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ શરૂ કરશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રમુખ લિન્ડને જણાવ્યું હતું કે બોર્ડ NZ20 લીગના પ્રસ્તાવમાં કેટલાક ફેરફારો કરવા માંગે છે. અમે NZ20 માં પુરુષોની સાથે મહિલા T20 મેચનો પણ સમાવેશ તેવું ઈચ્છીએ છીએ. લિન્ડેને એમ પણ કહ્યું કે દરેક ટીમે પોતાના સુપરસ્ટાર્સનો સમાવેશ કરવો જોઈએ જેથી યુવા ક્રિકેટરો તેમના હીરોને રમતા જોઈ શકે. NZ20 લીગના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, બોર્ડે બિગ બેશ લીગ T20 માં જોડાવાના સંભવિત પગલાની ચર્ચા કરી, પરંતુ બાદમાં તેમ ન કરવાનો નિર્ણય લીધો.

 

ન્યુઝીલેન્ડ ક્રિકેટને શું ફાયદો થશે?

T20 ફ્રેન્ચાઇઝ લીગ શરૂ કરવાથી ન્યુઝીલેન્ડ ક્રિકેટને ઘણો ફાયદો થઈ શકે છે. જો ખાનગી ઉદ્યોગપતિઓ આ લીગમાં રોકાણ કરે છે, તો તેનો સ્પષ્ટપણે ન્યુઝીલેન્ડ બોર્ડને આર્થિક ફાયદો થશે, અને કિવી ટીમને નવા યુવા ખેલાડીઓ પણ મળશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટમાં વધુ પૈસા આવતાં, લોકોનો ક્રિકેટમાં રસ વધશે. ન્યુઝીલેન્ડમાં ક્રિકેટ કરતા રગ્બી વધુ ફેમસ છે. જો ક્રિકેટ આર્થિક રીતે મજબૂત બનશે, તો તેના ફોલોઅર્સ વધશે.

આખી દુનિયામાં ચાલી રહી છે આ લીગ

IPL શરૂ થવાની સાથે, BCCI એ નાણાકીય બાબતોમાં વિશ્વના અન્ય તમામ ક્રિકેટ બોર્ડને પાછળ છોડી દીધા છે. ઓસ્ટ્રેલિયા બિગ બેશ લીગ, ઈંગ્લેન્ડ ધ હંડ્રેડ, બાંગ્લાદેશ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, દક્ષિણ આફ્રિકા SA20, વેસ્ટ ઈન્ડિઝ કેરેબિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન PSLનું આયોજન કરે છે. આ બધી ટુર્નામેન્ટ યુવા પ્રતિભાને આગળ લાવે છે. ન્યુઝીલેન્ડની નવી લીગમાં પણ કંઈક આવું જ જોવા મળશે.

Breaking News: IPL 2026 માં કેટલી મેચ રમાશે ? સંપૂર્ણ શેડ્યૂલ ક્યારે જાહેર થશે ? મોટી અપડેટ આવી સામે

Follow Us