
જ્યારે કોઈ બતાવ્યા વગર કોઈ એવી વસ્તુ આપે કે, વ્યક્તિ ચોંકી જાય છે. કાંઈક આવું વેલિંગ્ટનમાં એક મહિલા સાથે થયું છે. જેને કે.એલ રાહુલે મોબાઈલ ગિફ્ટ કર્યો છે. હવે સવાલ એ છે કે, આ મહિલા કોણ છે? આના સવાલના જવાબ ચાલો જાણીએ. તેમજ એ પણ જાણીએ કે, ગિફ્ટ કરતા પહેલા આ મોબાઈલ ક્યાંથી કે.એલ રાહુલ પાસે આવ્યો. તેમણે પોતાનો ક્યો મોબાઈલ ગિફ્ટ કર્યો છે.
વેલિંગ્ટનમાં રમાયેલી સીરિઝી બીજી વનડેમાં ભારતે ન્યુઝીલેન્ડને ડીએલએસ હેઠળ 4 રનથી હરાવ્યું હતુ. ભારતની આ જીતમાં કે.એલ રાહુલ ગેમ ચેન્જર ઓફ ધ મેચ પસંદ થયો હતો. જેના હેઠળ તેને નોવા કંપનીનો સ્માર્ટફોન મળ્યો હતો. કે.એલ રાહુલે મેચ પછી જીતેલા આ સ્માર્ટફોનને મહિલાને ગિફ્ટ કર્યો હતો.
હવે સવાલ એ છે કે, આ મહિલા કોણ છે. જેને રાહુલે મોબાઈલ ગિફ્ટમાં આપ્યો. કે.એલ રાહુલે મોટું દિલ દેખાડતા જે મહિલાને સ્માર્ટફોન ગિફ્ટ કર્યો. તે વેલિંગ્ટન સ્ટેડિયમની જ સ્ટાફ મેમ્બર હતી. કે.એલ રાહુલ પાસેથી મોબાઈલ મળ્યા બાદ તે મહિલા ચોંકી ગઈ હતી. તેમણે કહ્યું કે, હું ચોંકી ગઈ જ્યારે મને આ વાતનો અંદાજો પણ ન હતો.
વેલિંગ્ટન વનડેમાં ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડને 134 રનથી હરાવ્યું હતુ. પરંતુ તેના મુવમેન્ટવાળી પીચ પર ભારતની શરુઆત મુશ્કેલમાં જોવા મળી હતી. જૈકબ ડફીએ કેપ્ટન શુભમન ગિલને પહેલા બોલ પર શૂન્યુ પર તો વિરાટ કોહલીને સાત રન પર આઉટ કરી 2 ઝટકા ભારતીય ટીમને આપ્યા હતા. રોહિત શર્માએ 28 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો.
ત્યારબાદ કે.એલ રાહુલે ભારતીય ટીમ માટે પડકારજનક સ્થિતિમાં સામનો કરવા મજબુત બન્યો હતો. કેટલાક પુલ શોટ રમ્યા હતા. જેમાં એક સિક્સ પણ સામેલ હતી. તે 26 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે વરસાદના કારણે 26 ઓવરમાં ભારતનો સ્કોર 113/7 પર રોકાયો હતો. જ્યારે મેચ બંધ થઈ ભારતે ડીએલએસ પાર સ્કોરથી ચાર રન આગળ હતુ. જેના કારણે 4 વિકેટથી જીત મળી હતી.