
IPL 2026માં એક અલગ વેન્યુ પર , એક અલગ મેચ રમાઈ અને ભૂલ એક અલગ જ નિર્ણય કેમ લેવામાં આવ્યો? કેમ 24 કલાકમાં નિયમ બદલાયો. કેમ RCB અને MI મેચમાં ચોથો અમ્પાયર નહોતો? જો અમ્પાયર હોકે કેમ જોવા ન મળ્યો. જે 24 કલાક પહેલા રમાયેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળ્યો હતો. જ્યારે CSK vs DCની મેચમાં ચોથો અમ્પાયર ઓવરની વચ્ચે બેટસ્મેનના ગ્લસ બદલવાના નિર્ણયને ખોટો કહી શકતો હતો. તો પછી મુંબઈ અને બેંગ્લુરુંની મેચમાં આવું કેમ ન કર્યું.તેણે આ મેચમાં પણ બેટ્સમેનને પાછલી મેચની જેમ જ કરવાથી કેમ ન રોક્યો?
ચેન્નાઈમાં સીએસ કે અને દિલ્હીની મેચમાં ટ્રિસ્ટન સ્ટબસને ચોથા અમ્પાયરે ગ્લવ્સ બદલવાથી રોક્યો હતો. આ ઘટના દિલ્હીની ઈનિગ્સની 19મી ઓવરની હતી. ત્યારે હથેળીમાં આવેલો પરસેવાના કારણે સ્ટવ્સના ગ્લવસ લપસી રહ્યા હતા. જેના કારણે તે બેટને પકડી શક્યો નહીં. તેણે 19મી ઓવર દરમિયાન તેને બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોથા અમ્પાયરે ના પાડી. ડગઆઉટમાં બેઠેલા દિલ્હીના કોચ અને ખેલાડી નીતિશ રાણાએ અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી.
હવે સવાલ એ છે કે, જ્યારે દિલ્હીના ખેલાડીની ઓવર વચ્ચે ગ્લવ્સ બદલવાથી રોકવામાં આવી શકતો. તો પછી મુંબઈ ઈન્ડિયન્સને કેમ નહી? મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર વિરુદ્ધ મેચમાં ઓવરની વચ્ચે ગ્લવસ બદલતો જોવા મળ્યો હતો. પરંતુ તેમણે ચોથા અમ્પાયર તરફથી કોઈ ફરિયાદ ન હતી. ત્યારે હવે સવાલ એ થાય છે કે, ઓવરની વચ્ચે ગ્લવ્સના બદલવાનો નિયમ છે. તો એક નિયમ ઉલ્લંધન માટે અલગ અલગ નિર્ણયો કેમ લેવામાં આવ્યા હતા?
ક્રિકેટના નિયમ અનુસાર ચાલું ઓવરમાં ગ્લ્વસ બદલી શકાતા નથી. ખેલાડી હંમેશા પરસેવાના કારણે ગ્લવસને ઉતારી પહેરતા હોય છે અથવા તો બીજા ગ્લવસ્ બદલતા હોય છે. પરંતું ઓવર પૂર્ણ થયા બાદ કરવામાં આવે છે. ઓવર વચ્ચે આવું કરવામાં આવતું નથી. ચાલું ઓવરમાં માત્ર ગ્લવ્સ ફાટવાની સ્થિતિમાં જ બદલી શકાય છે. તે ચોથા અમ્પાયરની પરવાનગીથી. જો તેને લાગે છે કે, ગ્લવ્સ બદલવા જરુરી છે. તો તેને બદલી શકાય છે.