Breaking News IPL 2026 RR vs SRH: વૈભવ સૂર્યવંશીએ ‘સિક્સરની સદી ફટકારી’! ગોલ્ડન ડક પર આઉટ કરનાર બોલરની હાલત બગાડી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

આઈપીએલ 2026ની 36મી મેચમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં એક અનોખો બદલો જોવા મળ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદના બોલર પ્રફુલ હિંગેએ ગત મેચમાં વૈભવ સૂર્યવંશીને શૂન્ય પર આઉટ કર્યો હતો, જેનો બદલો આજે વૈભવે મેચની પહેલી જ ઓવરમાં ચાર સતત છગ્ગા ફટકારીને લીધો છે. આ સાથે જ વૈભવ આઈપીએલ ઈતિહાસમાં ઈનિંગની પ્રથમ ઓવરમાં 4 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

Breaking News IPL 2026 RR vs SRH: વૈભવ સૂર્યવંશીએ ‘સિક્સરની સદી ફટકારી’! ગોલ્ડન ડક પર આઉટ કરનાર બોલરની હાલત બગાડી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Image Credit source: TV9 Network
| Updated on: Apr 25, 2026 | 9:07 PM

આઈપીએલ 2026માં રવિવારે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ક્રિકેટ પ્રેમીઓને એક હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ મેચમાં માત્ર રનનો વરસાદ જ નહીં, પણ એક યુવા બેટ્સમેનનો આક્રોશ અને ગજબનો બદલો પણ જોવા મળ્યો હતો. રાજસ્થાન રોયલ્સના યુવા સનસની વૈભવ સૂર્યવંશીએ હૈદરાબાદના તેજ બોલર પ્રફુલ હિંગેની બોલિંગમાં ‘સિક્સરની સાડી ફટકારી’ને મેદાન ગજવી દીધું હતું.

શા માટે આ મેચ હતી બદલાની લડાઈ?

ગયા વખતે જ્યારે આ બંને ખેલાડીઓ આમને-સામને આવ્યા હતા (સીઝનની 21મી મેચ), ત્યારે પ્રફુલ હિંગેએ પોતાની ડેબ્યૂ મેચમાં જ વૈભવ સૂર્યવંશીને પહેલા જ બોલે ‘ગોલ્ડન ડક’ પર પેવેલિયન ભેગો કર્યો હતો. એ સમયે હિંગેએ 4 વિકેટ ઝડપીને વાહવાહી મેળવી હતી, પરંતુ વૈભવના મનમાં એ હારની ટીસ હતી, જે આજે 36મી મેચમાં બહાર આવી હતી.

પ્રથમ ઓવરમાં જ ઐતિહાસિક પ્રહાર

રાજસ્થાનની ઈનિંગની પહેલી જ ઓવરમાં પ્રફુલ હિંગે બોલિંગમાં આવ્યો. ઓવરના પહેલા બોલે યશસ્વી જયસ્વાલે 1 રન લીધો. બીજા બોલ પર વૈભવ સૂર્યવંશીએ ડોટ બોલ રમ્યો હતો, પરંતુ તે પછી જે થયું તે ઈતિહાસ બની ગયું. વૈભવે આક્રમક વલણ અપનાવીને હિંગેના પછીના ચાર બોલ પર લગાતાર ચાર છગ્ગા ફટકારી દીધા. પ્રફુલ હિંગે જેણે અગાઉ વૈભવને ધૂળ ચટાડી હતી, તેની આ ઓવરમાં જ વૈભવે 24 રન ઝૂડી કાઢ્યા હતા.

આઈપીએલ ઈતિહાસનો નવો રેકોર્ડ

વૈભવ સૂર્યવંશી આ સ્ફોટક શરૂઆત સાથે આઈપીએલમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે આઈપીએલ ઈતિહાસનો એવો પ્રથમ બેટ્સમેન બની ગયો છે જેણે ઈનિંગની પહેલી જ ઓવરમાં 4 છગ્ગા ફટકાર્યા હોય. આ પહેલા વર્ષ 2009માં નમન ઓઝાએ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પ્રથમ ઓવરમાં 3 છગ્ગા ફટકાર્યા હતા, જેનો રેકોર્ડ આજે 17 વર્ષ બાદ તૂટી ગયો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર વૈભવની આ ઈનિંગ અને પ્રફુલ હિંગે સામે લીધેલા બદલાની જોરદાર ચર્ચા થઈ રહી છે.

તમારી સવારની ચામાં ઝેર તો નથી ને? હૈદરાબાદમાં નકલી ચા પત્તીના મોટા કૌભાંડનો પર્દાફાશ, 3000 કિલો જથ્થો જપ્ત

Published On - 9:06 pm, Sat, 25 April 26

Follow Us