Breaking News : IPL 2026 પહેલા 1,2 નહી આ 7 ફાસ્ટ બોલરો બહાર થયા, જુઓ આખું લિસ્ટ

List Of Injured Pacers, IPL 2026 : આઈપીએલની 19મી સીઝન શરુ થઈ ચૂકી છે. આ પહેલા ખેલાડીઓ બહાર થવાનો સિલસિલો ચાલુ થયો છે. ત્યારે ચિંતાની વાત એ છે કે, 1,2, નહી પરંતુ 7 ફાસ્ટ બોલર બહાર થયા છે.

Breaking News : IPL 2026 પહેલા 1,2 નહી આ 7 ફાસ્ટ બોલરો બહાર થયા, જુઓ આખું લિસ્ટ
| Updated on: Mar 20, 2026 | 10:51 AM

IPL 2026, List Of Injured Pacers : આઈપીએલ 2026ની શરુઆત થઈ ચૂકી છે. 28 માર્ચ હવે દુર નથી. પરંતુ તે પહેલા 4 ઓસ્ટ્રેલિયાના ખેલાડી, એક ભારતીય ખેલાડી સહિત 7 ફાસ્ટ બોલર લીગમાંથી બહાર થયા છે. મહત્વની વાત એ છે કે, આ 7માંથી 6 બોલરો બહાર થવાનું કારણ એક જ છે.

પ્રશ્ન એ છે કે આનાથી દરેક ટીમને કેટલું નુકસાન થશે? અમે જે ફાસ્ટ બોલર બહાર થયા તેની વાત કરી રહ્યા છે. તેમાં સૌથી વધારે 4 ઓસ્ટ્રેલિયાના છે. તેમાંથી એક તો પહેલી વખત આઈપીએલ રમવા આવી રહ્યો હતો. બહાર થનારા 7 ફાસ્ટ બોલરના લિસ્ટમાં એક ભારતીય બોલર પણ સામેલ છે.

આ 7 બોલર બહાર

આઈપીએલ 2026માંથી બહાર થનારા 7 બોલર કોણ છે. તો ચાલો આપણે તે બધાના નામ જાણીએ. જેમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ,જોશ હેઝલવુડ,નાથન એલિસ અને જૈક એડવર્સનું નામ સામેલ છે. ન્યુઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન, ઈંગ્લેન્ડનો સેમ કરન અને ભારતનો હર્ષિત રાણાનું નામ સામેલ છે.

આ સાતમાંથી છ ફાસ્ટ બોલરો ઈજાના કારણે IPL 2026માંથી બહાર થઈ ગયા છે. એક ફાસ્ટ બોલર બહાર થવાનું કારણ પ્રોફેશનલ અને વ્યક્તિગત બંને કારણોસર બતાવવામાં આવી રહ્યું છે.

આ 3 બોલર શરુઆતની મેચમાંથી બહાર

આઈપીએલ ફ્રેન્ચાઈઝી માટે સારી વાત એ છે કે, 7માંથી 3 બોલર આખી સીઝનમાંથી બહાર થયા નથી પરંતુ તે માત્ર આઈપીએલ 2026ની શરુઆતની મેચ પહેલા થોડા સમય માટે બહાર થઈ શકે છે. જેમાં પેટ કમિન્સ,જોશ હેઝલવુડ અને લોકી ફર્ગુયસનનું નામ સામેલ છે.

કમિન્સ-હેઝલવુડ ઈજાથી બહાર આવ્યા નથી

આઈપીએલ 2026માં પેટ કમિન્સ,સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલ છે. પરંતુ તે હજુ સુધી ઈજામાંથી બહાર આવ્યો નથી. જેના કારણે શરુઆતની મેચમાંથી બહાર રહેશે. આ સિવાય હેઝલવુડ પણ ઈજાગ્રસ્ત થયો છે. આરસીબીનો આ સ્ટાર બોલર પહેલી 2 મેચમાંથી બહાર થવાની ચર્ચા ચાલી રહી છે.

આ ખેલાડીનું કારણ પ્રોફેશનલ અને પર્સનલ

લોકી ફર્ગ્યુસનનું બહાર થવાનું કારણ પ્રોફેશનલ અને પર્સનલ બંન્ને છે. આઈપીએલ 2026 માટે પંજાબ કિંગ્સે તેને સામેલ કર્યો હતો. પરંતુ નેશનલ ડ્યુટી અને પોતાના દીકરા સાથે સમય પસાર કરવાના કારણે આઈપીએલ 2026ની શરુઆતની મેચમાંથી બહાર રહેશે.

આ 4 બોલર ઈજાગ્રસ્ત, આઈપીએલ નહી રમે

આ 3 ફાસ્ટ બોલર સિવાય જે અન્ય બોલર છે. જેમાં હર્ષિત રાણા,સૈમ કરન, જેક એડવર્ડસ અને નાથન એલિસ છે.જે આઈપીએલ 2026માંથી બહાર થઈ ચૂક્યા છે. હર્ષિત રાણાને ઘુંટણની ઈજાથી બહાર થવું પડ઼્યું છે. તે કેકેઆર સાથે જોડાયેલો હતો. સેમ કરનને રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ટ્રેડ કર્યો હતો પરંતુ ઈજાને કારણે આ સીઝનમાંથી બહાર થયો છે.

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર નાથન એલિસ બહાર થવાથી ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. એલિસ પોતાની હૈમસ્ટ્રિંગ ઈજાને લઈ આઈપીએલ 2026માંથી બહાર થયો છે. આ સિવા ઓસ્ટ્રેલિયાનો જેક એડવર્ડસ તે આ વખતે પહેલી વખત આઈપીએલ રમતો જોવા મળત. હવે તેમણે રાહ જોવી પડશે. 25 વર્ષના જેક એડવર્ડસને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો પરંતુ ઈજાને કારણે તેમણે પોતાનું નામ આઈપીએલ 2026માંથી પરત લીધું હતુ.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us