Breaking News: રાજસ્થાનને હરાવી ગુજરાત IPL 2026 ફાઈનલમાં પહોંચ્યું, કેપ્ટન ગિલની શાનદાર સદી, અમદાવાદમાં RCB સામે થશે ટાઈટલ મુકાબલો

IPL 2026ના ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફરી એકવાર ફાઇનલમાં જગ્યા બનાવી છે. શુભમન ગિલની શાનદાર સદી અને કેપ્ટનની ઇનિંગ્સે ગુજરાતને 215 રનના મુશ્કેલ લક્ષ્ય સુધી પહોંચાડ્યું. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ 96 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હોવા છતાં સતત બીજી વખત સદી ચૂકી ગયો. આખરે ડોનોવન ફેરેરાની એક ભૂલના કારણે રાજસ્થાનની સફર ફાઇનલ પહેલાં જ અટકી ગઈ.

Breaking News: રાજસ્થાનને હરાવી ગુજરાત IPL 2026 ફાઈનલમાં પહોંચ્યું, કેપ્ટન ગિલની શાનદાર સદી, અમદાવાદમાં RCB સામે થશે ટાઈટલ મુકાબલો
Gujarat beat Rajasthan
Image Credit source: X/GT
| Updated on: May 30, 2026 | 12:22 AM

ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર IPL ફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યું છે. શુભમન ગિલની આગેવાની હેઠળના ગુજરાત ટાઇટન્સે IPL 2026 ના ક્વોલિફાયર 2 માં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આ પાંચ સિઝનમાં ટીમની ત્રીજી ફાઇનલ હશે, જ્યાં તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB નો સામનો કરશે.

શુભમન ગિલની શાનદાર સદી

કેપ્ટન શુભમન ગિલ પોતે ગુજરાત ટાઇટન્સને આ યાદગાર વિજય તરફ દોરી ગયો હતો. 215 રનના લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન ગિલે શાનદાર સદી ફટકારી હતી. શુભમન ગિલની 104 રનની આ ઇનિંગે વૈભવ સૂર્યવંશીના 96 રનને ઢાંકી દીધી અને રાજસ્થાનને હારવી ગુજરાતન ફાઇનલમાં પહોંચાડ્યું.

 

રાજસ્થાનને ટોસ જીતી બેટિંગ પસંદ કરી

ન્યૂ ચંદીગઢના આ મેદાન પર રમાયેલી એલિમિનેટર મેચમાં રાજસ્થાને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી અને જીતવા માટે 200 થી વધુ રન બનાવ્યા હતા. આ વખતે, રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ટીમે પ્રથમ બે ઓવરમાં યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગની વિકેટ ગુમાવી દીધી. ટીમ દબાણમાં જણાતી હતી.

વૈભવ સૂર્યવંશીના 47 બોલમાં 96 રન

જોકે, વૈભવ સૂર્યવંશીએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને ટીમને સ્થિર કરી. જોકે વૈભવ તેના વિસ્ફોટક શ્રેષ્ઠ દેખાવમાં નહોતો, તે હજુ પણ અન્ય બેટ્સમેન કરતા વધુ ઝડપથી રન બનાવી રહ્યો હતો. વૈભવે સિઝનની તેની પાંચમી અડધી સદી ફટકારી, પરંતુ સતત બીજી મેચમાં તે સદી ચૂકી ગયો હતો.  આ વખતે તે 47 બોલમાં 96 રન બનાવીને આઉટ થયો.

 

રાજસ્થાનને 214 રન બનાવ્યા

દરમિયાન, અંતિમ ઓવરમાં ડોનોવન ફેરેરાએ રાશિદ ખાનના બોલ પર ચાર છગ્ગા ફટકાર્યા, અને માત્ર 11 બોલમાં અણનમ 38 રન બનાવીને ટીમને 214 રન સુધી પહોંચાડી. ગુજરાત માટે જેસન હોલ્ડર અને કાગીસો રબાડાએ બે-બે વિકેટ લીધી.

ગુજરાતનો સૌથી મોટો રનચેઝ

ગુજરાતે અગાઉ ક્યારેય IPLમાં 210 રનથી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો ન હતો. ટીમ આવી સાત મેચ હારી હતી. આવી સ્થિતિમાં, ટીમને કેટલીક અસાધારણ બેટિંગ અને થોડા નસીબની જરૂર હતી. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડીએ ફરી એકવાર ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોની પાર્ટનરશીપે ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો.

 

ડોનોવન ફરેરાની આ ભૂલ રાજસ્થાનને ભારે પડી

રાજસ્થાનના ખેલાડીની એક ભૂલ ગુજરાત સામે તેમની હારની મોટું કારણ બની હતી. ગુજરાતની ઈનિંગમાં ચોથી ઓવરના પહેલા બોલ પર રાજસ્થાનના ડોનોવન ફરેરાએ GT ઓપનર સાઈ સુદર્શનનો કેચ છોડ્યો હતો, ત્યારે સાઈ માત્ર 14 રન પર રમી રહ્યો હતો, જોકે બાદમાં સાઈએ આ જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો અને 58 રન બનાવ્યા અને શુભમન સાથે 167 રનની ભાગીદારી કરી જે રાજસ્થાનની હારનું કારણ બની હતી. આ એક ભૂલ રાજસ્થાન માટે મોંઘી સાબિત થઈ, અને તે ફાઇનલમાંથી બહાર ફેંકાયું.

Breaking News: વૈભવ સૂર્યવંશી સતત બીજી વખત સદી ચૂકી ગયો, રેકોર્ડ તોડ્યા, દિલ પણ તૂટી ગયું

Published On - 11:42 pm, Fri, 29 May 26

Follow Us