Breaking News : અભિષેક શર્માનાએ હાથ જોડીને સદીના સેલિબ્રેશન કોને સમર્પિત કર્યું? જુઓ વીડિયો

આઈપીએલની 31મી મેચમાં અભિષેક શર્માની વિસ્ફોટક સદી આવી હતી. સદી ફટકાર્યા બાદ તેમણે ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતુ. જેનો મતલબ તેમણે મેચ બાદ જણાવ્યો હતો.

Breaking News : અભિષેક શર્માનાએ હાથ જોડીને સદીના સેલિબ્રેશન કોને સમર્પિત કર્યું?  જુઓ વીડિયો
| Updated on: Apr 22, 2026 | 10:44 AM

Abhishek Sharma Century Celebration : અભિષેક શર્માએ આઈપીએલ 2026માં પોતાની પહેલી સદી ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ તેમણે 68 બોલમાં અણનમ 135 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 10 સિક્સ અને 10 ચોગ્ગા આવ્યા હતા. આઈપીએલમાં આ તેની બીજી સૌથી મોટી ઈનિગ્સ રહી હતી. જેનું સેલિબ્રેશન તેમણે અનોખા અંદાજમાં મનાવ્યું હતુ.

અભિષેક શર્માએ પોતાની પહેલી સદી અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરતા ચાહકો પણ ચોંકી ગયા હતા કારણ કે, આવું પહેલા તેમણે ક્યારેય કર્યું નથી. અભિષેક શર્માએ સદીના ક્રીઝ વચ્ચે ઉભા રહી પોતાના બંને હાથ
જોડીને ઉજવણી કરી હતી. અભિષેકે આ સદીની ઉજવણી તેની બહેનને સમર્પિત કરી.

સદીવાળા સેલિબ્રેશનનો મતલબ શું ?

હવે હાથ જોડીની સેલિબ્રેશનનો અર્થ શું થાય? આ સવાલના જવાબમાં સાંભળવા ચાહકો આતુર હતા. મેચ બાદ તેમને આ સેલિબ્રેશન વિશે પુછવામાં આવ્યું તો અભિષેક શર્માએ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, તેમણે પોતાના બંન્ને હાથની સાથે આંગળીથી પણ સેલિબ્રેશન કર્યું હતુ. આ સેલિબ્રેશનનો શું મતલબ થાય ? જાણો

 

 

 

અભિષેક શર્માએ કહ્યું આનો મતલબ સ્ટેડિયમ અને ચાહકોનો મળનારો પ્રેમ તેમજ તેનો સપોર્ટ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હોય છે. જે રીતે ચાહકો આખી ટૂર્નામેન્ટ દરમિયાન અમને સપોર્ટ કરે છે. આ તે તમામ ચાહકો માટે મારા તરફથી પ્રેમ હતો.

 

 

 

આ સેલિબ્રેશન બહેનને સમર્પિત

બીજું, મારા માતા-પિતા પણ અહીં છે, તેથી તે મારા માટે એક ખાસ ક્ષણ હતી. પછી તેણે તેની બહેનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “મને અહીં તેની યાદ આવે છે. તેને ઈન્ફેક્શન થયું છે, જેના કારણે તે મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવી શકી નથી. સદી પછીની મારી ઉજવણી તેના માટે છે.”

રન અને સિક્સનો વરસાદ કર્યો

હૈદરાબાદમાં સદી ફટકાર્યા બાદ અભિષેક શર્મા માત્ર દિલ્હી કેપિટલ્સ સામે મળેલી સનરાઈઝર્સ હૈદરાબાદની જીતનો હીરો નથી. પરંતુ આઈપીએલ 2026માં સૌથી વધારે રન બનાવનાર અને સૌથી વધારે સિક્સ ફટકાવવાના મામલે પણ નંબર 1 બની ગયો છે. અભિષેક શર્માના 7 મેચ બાદ હવે 323 રન છે. જે 27 સિક્સ પર બનાવ્યા છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us