
BCCI એ ઈંગ્લેન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે 15 સભ્યોની ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. આ ટેસ્ટ 10 થી 13 જુલાઈ દરમિયાન લંડનના ઐતિહાસિક મેદાન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ટીમની કમાન હરમનપ્રીત કૌર સંભાળશે, જ્યારે સ્મૃતિ મંધાના વાઈસ કેપ્ટનની જવાબદારી નિભાવશે.
આ ટીમમાં કેટલાક નવા અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, જેમાં ઝડપી બોલર નંદિની શર્મા અને ડાબોડી સ્પિનર શ્રી ચારણીનો સમાવેશ થાય છે. નંદિનીએ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી, જ્યારે શ્રી ચારણી માટે પણ આ ટેસ્ટ નવી તક સાબિત થશે. આ નિર્ણય ટીમ મેનેજમેન્ટની ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલો લાગે છે.
અનુભવી ખેલાડીઓમાં સ્નેહ રાણા, હરલીન દેઓલ અને પ્રતિકા રાવલની વાપસી થઈ છે. આ ત્રણેય ખેલાડીઓને વર્લ્ડ કપ સ્ક્વોડમાંથી બહાર રાખવામાં આવી છે, પરંતુ હવે ફરી તક મળતાં તેઓ પોતાનું સ્થાન મજબૂત કરવા ઉત્સુક રહેશે. વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયા લાંબા સમયની ઈજાથી પરેશાન હતી અને સાજા થયા બાદ ટીમમાં પરત ફરી છે, જે ટીમ માટે મહત્વપૂર્ણ ઉમેરો છે. તેની હાજરી બેટિંગ અને વિકેટકીપિંગ બંનેમાં સંતુલન લાવશે.
પાછલી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ટીમની સરખામણીમાં આ વખતે ત્રણ ફેરફારો કરવામાં આવ્યા છે. વૈષ્ણવી શર્મા, ઉમા છેત્રી અને અમનજોત કૌરની જગ્યાએ નંદિની શર્મા, યાસ્તિકા ભાટિયા અને શ્રી ચારણીને સ્થાન આપવામાં આવ્યું છે. આ ફેરફારો ટીમના કોમ્બિનેશનને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યા છે.
BCCI Honorary Secretary Mr Devajit Saikia announces #TeamIndia’s squad for the ICC Women’s T20 World Cup 2026, the three-match T20I series against England, and the upcoming Test against England
Details ▶️ https://t.co/cZnGDxMPtb #WomenInBlue | #T20WorldCup pic.twitter.com/4bTVZlo7js
— BCCI Women (@BCCIWomen) May 2, 2026
ભારત અને ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 15 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારતે ત્રણ જીત મેળવી છે, જ્યારે ઈંગ્લેન્ડે માત્ર એક જ મેચ જીતી છે. બાકીની 11 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે, જે બંને ટીમોની ટક્કરનું સંતુલન દર્શાવે છે. હવે લોર્ડ્સ ખાતે રમાનારી આ ટેસ્ટ મેચમાં ભારત જીતનો રેકોર્ડ વધુ મજબૂત કરવા ઉત્સુક રહેશે.
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, પ્રતિકા રાવલ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), શ્રી ચરાણી, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદિની શર્મા, હરલીન દેઓલ, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌર, સયાલી સતઘરે, સ્નેહ રાણા.
Published On - 7:59 pm, Sat, 2 May 26