
28 માર્ચથી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL શરુ થશે. IPL 2026ને લઈને ફેન્સમાં ઉત્સાહ વધી રહ્યો છે અને તેના વચ્ચે BCCI એ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમ આફ્રિકા પ્રવાસમાં પાંચ T20 મેચ રમશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચ મેચની T20 શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે, જેના માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમમાં પહેલીવાર બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરમનપ્રીત કૌર આ ટીમનું નેતૃત્વ કરશે.
ભારતની મહિલા ક્રિકેટ ટીમ એપ્રિલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે, જેના માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. આ પ્રવાસ માટે પહેલીવાર ભારતીય T20 ટીમમાં બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ બે ડેબ્યુટર્સ કાશ્વી ગૌતમ અને અનુષ્કા શર્મા છે. આ બે નવી ખેલાડીઓ ઉપરાંત દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે બાકીની T20 ટીમમાં જૂના ચહેરાઓનો સમાવેશ થાય છે.
Here’s a look at #TeamIndia‘s squad for the 5️⃣-match T20I series against South Africa
Details ▶️ https://t.co/GpzX5MiEDp#SAvIND pic.twitter.com/5tEP7x4HnZ
— BCCI Women (@BCCIWomen) March 24, 2026
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, અરુંધતિ રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રેયંકા પાટીલ, કાશવી ગૌતમ, ભારતી ફુલમાલી, ઉમા છેત્રી, અનુષ્કા શર્મા.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 17 એપ્રિલથી શરૂ થવાનો છે. આ પ્રવાસમાં પાંચ મેચની T20I શ્રેણીનો સમાવેશ થશે, જેની અંતિમ મેચ 27 એપ્રિલે રમાશે. T20I શ્રેણીની પ્રથમ બે મેચ 17 અને 19 એપ્રિલે ડરબનમાં રમાશે. આગામી બે મેચ 22 અને 25 એપ્રિલે જોહાનિસબર્ગમાં રમાશે. શ્રેણીની અંતિમ મેચ 27 એપ્રિલે બેનોનીમાં રમાશે.