Guyana : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. કરો યા મરોની મેચમાં જીતવા અને ટી20 સિરીઝમાં બની રહેવા માટે ભારતને (Team India) 160 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે ત્રીજી ટી20માં 7 વિકેટથી જીત મેળવી છે.
જણાવી દઈએ કે 5 મેચની ટી20 સિરીઝમાં પ્રથમ 2 ટી20માં વેસ્ટ ઈન્ડિઝની ટીમે જીત મેળવી હતી. સિરીઝમાં ટકી રહેવા માટે ત્રીજી મેચમાં જીતવુ જરુરી હતુ. સૂર્યાકુમાર યાદવના 83 રન અને તિલક વર્માની 49 રનની આક્રમક ઈનિંગના કારણે ભારતીય ટીમે કરો યા મરોની મેચમાં 18મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.
Form is temporary. Surya is permanent!
.#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/QRdE8Eg8BQ
— FanCode (@FanCode) August 8, 2023
Mast win in a must win!#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/NQsoXEU3W6
— FanCode (@FanCode) August 8, 2023
ભારતીય ટીમે 17.5 ઓવરમાં 3 વિકેટના નુકશાન સાથે 164 રન બનાવીને જીત મેળવી હતી. સૂર્યાકુમાર યાદવે આજે 4 સિક્સર ફટકારી હતી, તેની સાથે જ તેણે ટી20 ઈન્ટરનેશનલમાં 100 સિક્સર પૂરી કરી હતી. કેપ્ટન પંડયાએ વિજયી શોટ મારીને ટીમને જીત અપાવી હતી.
💬 💬 “It’s my pleasure to give a cap to a Test player. Be yourself, be fearless.” ☺️ 👏
Some special words from Suryakumar Yadav as he handed over Yashasvi Jaiswal his T20I cap. 🧢
Follow the match ▶️ https://t.co/3rNZuAjmnf #TeamIndia | #WIvIND | @ybj_19 | @surya_14kumar pic.twitter.com/giYHFIkCH4
— BCCI (@BCCI) August 8, 2023
ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ ટી20માં ફેઈલ ગયો હતો. તે ઓપનિંગ માટે ઉતર્યો હતો, પણ 1 રન બનાવીને આઉટ થયો હતો.
Forget Protein Shake. Nutritionists are now recommending Dal Makhni. Thanks to @nicholas_47#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/FXWz7Wihyf
— FanCode (@FanCode) August 8, 2023
Axar Patel with the breakthrough, finally!#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/2pPMMHXzDT
— FanCode (@FanCode) August 8, 2023
પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે કુલદીપ યાદવે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે ટી20 ઈન્ટરનેશનલ કરિયરની 50 વિકેટ પૂરી કરી છે. જ્યારે અક્ષર પટેલ અને મુકશે કુમારે 1-1 વિકેટ મેળવી હતી.
જ્યારે હાર્દિક પંડયા, અર્શદીપ સિંહ અને ચહલ વિકેટ વિહોણા રહ્યા હતા.વેસ્ટ ઈન્ડિઝ તરફથી Brandon Kingએ સૌથી વધારે 42 રન અને Rovman Powellએ 40 રન ફટકાર્યા હતા.
ભારત: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.
વેસ્ટ ઈન્ડિઝ: બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.
આ પણ વાંચો : 51 સદી ફટકારનાર ખેલાડી હવે પાકિસ્તાન માટે નહીં રમે, બીજા દેશમાં બનાવશે કારકિર્દી
Published On - 11:21 pm, Tue, 8 August 23