IND-W vs ZIM-W : ભારતે 92 રનથી મેચ જીતી, ઝિમ્બાબ્વેને 3-0થી ક્લીન સ્વીપ કર્યું

IND-W vs ZIM-W : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી20 સીરિઝની છેલ્લી મેચ 92 રનથી જીતી છે. આ સાથે ભારતે 3 મેચની ટી20 સીરિઝ 3-0થી પોતાને નામ કરી છે.

IND-W vs ZIM-W : ભારતે 92 રનથી મેચ જીતી, ઝિમ્બાબ્વેને 3-0થી ક્લીન સ્વીપ કર્યું
Image Credit source: PTI
| Updated on: Oct 21, 2026 | 7:40 AM

રાયપુરના મેદાનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાની આક્રમક રમત દેખાડી શાનદાર પ્રદર્શન કરી ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં 92 રનથી જીત મેળવી છે. આ ધમાકેદાર જીત સાથે ભારતે 3 મેચની ટી20 સીરિઝમાં 3-0થી સ્વિપ કર્યું છે. આ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરની તોફાની વાપસી જોવા મળી હતી. જેમણે મેદાન પર 41 બોલમાં અણનમ 91 રનની ઈનિગ્સ રમી હતી. ઈનિગ્સ બ્રેક દરમિયાન પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખવાના કારણે કેમેરાનો સામનો કરી ભાવુક થઈ રડી પડી હતી.

ખરાબ ફોર્મ પછી સારું પ્રદર્શન

હરમનપ્રીત કૌરનો હાલનો સમય મુશ્કેલ રહ્યો છે. T20 એશિયા કપની ધીમી પિચો પર તેનું બેટ શાંત રહ્યું, અને જાપાનમાં એશિયન ગેમ્સમાં ભારતીય ટીમના ગોલ્ડ મેડલ વિજેતા અભિયાન દરમિયાન તેને બેટિંગનો વધુ સમય મળ્યો નહીં. આ સીરિઝ પહેલા તેણે કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. જોકે, રાયપુરમાં ધમાકેદાર ઇનિંગ સાથે તે ફોર્મમાં પાછી આવી.

ટીમ ઈન્ડિયાએ મોટો સ્કોર બનાવ્યો

આ મેચમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાએ અન્ય બેટ્સમેનોને ક્રીઝ પર સમય આપવા માટે પોતે ઇનિંગ ન ખોલવાનો નિર્ણય લીધો અને અનુષ્કા શર્માને તક આપી. શેફાલી વર્મા અને અનુષ્કા શર્માએ માત્ર 32 બોલમાં પ્રથમ વિકેટ માટે 54 રન ઉમેરીને મજબૂત પાયો નાખ્યો. શેફાલીએ સતત બીજી અડધી સદી ફટકારી, 37 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રનની ઇનિંગ રમી. શેફાલીના આઉટ થયા પછી, હરમનપ્રીત કૌરે ચોગ્ગા અને 5 છગ્ગાનો ધમાકેદાર આક્રમણ કર્યું. 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા, જેના કારણે ભારત 20 ઓવરમાં 7 વિકેટે 216 રન સુધી પહોંચી શક્યું.

જીતવા માટે 217 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં, ઝિમ્બાબ્વે મહિલા ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 124 રન જ બનાવી શકી, જેના કારણે મેચ 92 રનના મોટા અંતરથી હારી ગઈ.

હરમનપ્રીત કૌરે ટીમ ઈન્ડિયા કેપ્ટનના ત્રણેય ફોર્મેટમાંથી રાજીનામું આપ્યું ,જુઓ પરિવારમાં કોણ કોણ છે? અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.