
ગોલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સીરિઝની પહેલી ટેસ્ટ છે. આ ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખાસ છે. ભારત માટે આ ટેસ્ટ મેચ 600મો ટેસ્ટ મેચને લઈ ઐતિહાસિક બનવા જઈ રહી છે. શ્રીલંકાની ટીમ માટે આનું એક ખાસ કારણ એ છે કે, ગોલમાં આ તેની આ 50મી ટેસ્ટ છે.ગોલ ટેસ્ટમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટીમ ઈન્ડિયાની 600મી ટેસ્ટ મેચ પણ છે. તો શ્રીલંકાની ટીમ ગોલમાં પોતાની 50મી ટેસ્ટ મેચ રમી રહી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યારસુધી 46 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 22 મેચ જીતી છે. જ્યારે શ્રીલંકાની ટીમે 7 જીતી છે. 17 મેચ ડ્રો રહી છે. ભારતીય ટીમે છેલ્લા 11 વર્ષથી શ્રીલંકા વિરુદ્ધ કોઈ ટેસ્ટ મેચ ગુમાવી નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત 2015માં શ્રીલંકાના હાથે હાર મળી હતી. ત્યારબાદ રમાયેલી મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શ્રીલંકા સામે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગશે.
શ્રીલંકાની ધરતી પર ભારતનો રેકોર્ડ મજબુત છે. આ વખતે ભારતીય બેટિંગમાં નજર કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ રાહુલ પર રહેશ. યશસ્વી જ્યસ્વાલ, પંત અને રિવિન્દ્ર જાડેજા પાસે બેટથી સારા પ્રદર્શનની આશા છે. સાંઈ સુદર્શનની ગેરહાજરીમાં દેવદત્ત પેડિકક્લને નંબર 3 પર તક મળી શકે છે.રવિન્દ્ર જાડેજા પાસે પહેલી ટેસ્ટમાં એક ઈતિહાસ રચવાની તક છે. તે 350 ટેસ્ટ વિકેટ મેળવવાથી માત્ર બે વિકેટ દૂર છે. જાડેજાએ 89 ટેસ્ટ મેચોમાં 167 ઇનિંગ્સમાં 348 વિકેટ લીધી છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન ટીમ જોઈએ તો. યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ,દેવદત્ત પેડિક્કલ, શુભમન ગિલ,ઋષભ પંત,ધ્રુવ જુરેલ,રવિન્દ્ર જાડેજા, માનવ સુથાર,કુલદીપ યાદવ ,મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા