IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ કેટલા વાગ્યે શરૂ થશે? જાણી લો સમય અને તારીખ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ 13 નવેમ્બરના રોજ રમાશે. બાકીની 2 મેચમાં ભારતીય ટીમના સ્કવોડમાં ફેરફાર થયો છે. હવે કેપ્ટનશીપની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળતો જોવા મળશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચની સીરિઝ ચાલું છે. અત્યારસુધી 3 મેચ રમાઈ ચૂકી છે. પહેલી 2 મેચ ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે પોતાને નામ કરી હતી. હવે ત્રીજી મેચ વરસાદના કારણે રદ થઈ છે. ભારતીય ટીમ 2-0થી લડી પર છે. આ વચ્ચે ચોથી વનડે મેચની તૈયારી થઈ રહી છે. ચોથી મેચ ક્યારે રમાશે. તેમજ ભારતીય સમય અનુસાર કેટલાક કલાકે શરુ થશે. તેના વિશે જાણીએ.
ચોથી વનડેની તૈયારી શરુ
ટીમ ઈન્ડિયા હવે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ચોથી વનડેની તૈયારી શરુ કરી ચૂકી છે. ભારતીય ટીમનો પ્રયત્ન હશે, કે તે આગામી મેચ જીતી સીરિઝ પોતાને નામ કરે. ભારતીય ટીમ ખુબ બદલાયેલી જોવા મળશે.શુભમન ગિલ ટીમનો સાથ છોડી ચૂક્યો છે. તે હવે ટેસ્ટ મેચની તૈયારીમાં લાગ્યોછે. 19 નવેમ્બરથી શરુ થશે. આ વચ્ચે 2 વનડે મેચની કેપ્ટનશીપની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળતો જોવા મળશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી 2 મેચમાં રમતા જોવા મળશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ 13 નવેમ્બર સવારે સાડા સાત કલાકે શરુ થશે. ભારતીય સમયઅનુસાર મેચ શરુ થયાના અડધા કલાક પહેલા ટોસ થશે. ત્યારબાદ ટેસ્ટ સીરિઝ શરુ થશે. માત્ર કેપ્ટન જ નહી પરંતુ આગામી 2 મેચ માટે ટીમમાં અન્ય પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કે,એલ રાહુલ પણ આગામી મેચમાં રમતો જોવા મળશે. તેમજ ઈશાન કિશનને કીપિંગની જવાબદારી આપવામાં આવશે. જોવાનું એ રહેશે કે, બાકીની 2 મેચમાં ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે,
ODI સીરિઝમાં પાછળ
ન્યૂઝીલેન્ડ હાલમાં પાંચ મેચની ODI સીરિઝમાં પાછળ છે. જ્યારે તેઓ ફક્ત બે મેચ બાકી રહીને સીરિઝ જીતીતો શક્તી નથી, ત્યારે તેઓ ચોક્કસપણે સીરિઝ બરાબર કરી શકે છે. જોકે, આ કરવા માટે તેમને બંને મેચ જીતવાની જરૂર પડશે. દરમિયાન, ટીમ ઈન્ડિયા જો આગામી મેચ જીતશે તો સીરિઝ જીતી લેશે. આનો અર્થ એ થયો કે આગામી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રેયસ ઐયર હવે શુભમન ગિલની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળશે.
ચોથી અને પાંચમી વનડે માટે ભારતની વનડે ટીમશ્રેયસ અય્યર,રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા,ઈશાન કિશન, અક્ષર પટેલ, નમન ધીર, ઔકિબ નબી, ગુરનુર બ્રાર,ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ
