Breaking News: શુભમન ગિલથી આગળ કોઈ નહીં… એક દેશમાં સૌથી ઝડપી 3500 ODI રન બનાવીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODI મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. જોકે પોતાની ઇનિંગનો 11મો રન પૂર્ણ કરતાની સાથે જ શુભમન ગિલે ODI ક્રિકેટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તે હાશિમ અમલાને પાછળ છોડીને આ ફોર્મેટમાં સૌથી ઝડપી 3500 રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.

Breaking News: શુભમન ગિલથી આગળ કોઈ નહીં... એક દેશમાં સૌથી ઝડપી 3500 ODI રન બનાવીને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
Shubman Gill
Image Credit source: X
| Updated on: Sep 30, 2026 | 9:06 PM

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ODI મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ક્રિકેટ રેકોર્ડ બુકમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવ્યું. વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આપવામાં આવેલા 406 રનના લક્ષ્યનો પીછો કરતા ગિલે પોતાની ઇનિંગનો 11મો રન પૂર્ણ કરતાની સાથે જ ODI ક્રિકેટમાં 3500 રન બનાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે, તે એક દેશમાં સૌથી ઝડપી 2000 ODI રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો.

ગિલે હાશિમ અમલાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

શુભમન ગિલે 68 ઇનિંગ્સમાં 3,500 ODI રન પૂરા કર્યા અને દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડી નાખ્યો હતો. અમલાએ 69 ઇનિંગ્સમાં 3,500 ODI રન પૂરા કર્યા હતા. આ ઇનિંગ સાથે ગિલ ODI ફોર્મેટમાં 3,500 કે તેથી વધુ રન બનાવનાર 18મો ભારતીય બેટ્સમેન બન્યો. તેણે ભૂતપૂર્વ દિગ્ગજ ભારતીય બેટ્સમેન દિલીપ વેંગસરકરને પણ પાછળ છોડી દીધો. વેંગસરકરે 129 મેચોમાં 34.73 ની સરેરાશથી 3,508 રન બનાવ્યા હતા.

વનડેમાં સૌથી ઝડપી 3500 રન બનાવનાર બેટ્સમેન

68 ઇનિંગ્સ – શુભમન ગિલ
69 ઇનિંગ્સ – હાશિમ અમલા
75 ઇનિંગ્સ – બાબર આઝમ
76 ઇનિંગ્સ – સર વિવિયન રિચાર્ડ્સ
76 ઇનિંગ્સ – શાઈ હોપ

એક જ દેશમાં સૌથી ઝડપી 2000 ODI રન

શુભમન ગિલે આ મેચ દરમિયાન વધુ એક સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ભારતીય ધરતી પર 2,000 ODI રન પણ પૂરા કર્યા હતા. તે એક જ દેશમાં સૌથી ઝડપી 2,000 ODI રન પૂરા કરનાર બેટ્સમેન પણ બન્યો હતો. તેણે માત્ર 33 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ, આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ હેન્સના નામે હતો, જેણે વેસ્ટ ઈન્ડિઝમાં 36 ઇનિંગ્સમાં 2,000 રન પૂરા કર્યા હતા. ક્વિન્ટન ડી કોક 37 ઇનિંગ્સ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને અને હાશિમ અમલા 38 ઇનિંગ્સ સાથે ચોથા સ્થાને છે.

Breaking News: રોહિત શર્માએ 200 છગ્ગા ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર વર્લ્ડનો પહેલો ક્રિકેટર

Follow Us
Loading...
Unable to load recommendations.