Breaking News : ટી-20 સિરીઝ બચાવવા ભારતીય ટીમને મળ્યો 160 રનનો ટાર્ગેટ, ત્રીજી મેચમાં કુલદીપ યાદવે લીધી 3 વિકેટ

વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 5 વિકેટના નુકશાન સાથે 159 રન બનાવ્યા. કરો યા મરોની મેચમાં ભારતીય ટીમને (Team India) જીત માટે 160 રનનો ટાર્ગેટ મળ્યો છે.

Breaking News : ટી-20 સિરીઝ બચાવવા ભારતીય ટીમને મળ્યો 160 રનનો ટાર્ગેટ, ત્રીજી મેચમાં કુલદીપ યાદવે લીધી 3 વિકેટ
ind vs wi 3rd t2
Image Credit source: BCCI
| Edited By: | Updated on: Aug 08, 2023 | 10:06 PM

Guyana : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 5 વિકેટના નુકશાન સાથે 159 રન બનાવ્યા. કરો યા મરોની મેચમાં ભારતીય ટીમને (Team India) જીત માટે 160 રનનો ટાર્ગેટ મળ્યો છે.

પ્રથમ ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે કુલદીપ યાદવે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે ટી20 ઈન્ટરનેશનલ કરિયરની 50 વિકેટ પૂરી કરી છે.  જ્યારે અક્ષર પટેલ અને મુકશે કુમારે 1-1 વિકેટ મેળવી હતી. જ્યારે હાર્દિક પંડયા, અર્શદીપ સિંહ અને ચહલ વિકેટ વિહોણા રહ્યા હતા.

આ પણ વાંચો :  Asian Champions Trophyની સેમિફાઈનલમાં થશે IND vs PAKનો જંગ, જાણો સ્થળ, સમય અને હેડ ટુ હેડ રેકોર્ડ

 


વેસ્ટ ઈન્ડિઝ તરફથી Brandon Kingએ સૌથી વધારે 42 રન અને Rovman Powellએ 40 રન ફટકાર્યા હતા. જણાવી દઈએ કે પ્રથમ 2 મેચ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે ત્રીજી મેચ જીતવી જરુરી છે.

 

ભારત માટે ટી20માં કોણે સૌથી વધારે વિકેટ લીધી ?

  • ચહલ -95
  • ભુવનેશ્વર કુમાર-90
  • હાર્દિક પંડ્યા-73
  • અશ્વિન-72
  • બુમરાહ-70
  • જાડેજા-51
  • કુલદીપ-50

યશસ્વી જયસ્વાલે કર્યું ડેબ્યૂ

યશસ્વી જયસ્વાલને મેચની શરૂઆત પહેલા ભારતીય T20 ટીમની કેપ આપવામાં આવી હતી.  તે આજે ભારત માટે પ્રથમ T20 મેચ રમશે. વેસ્ટ ઈન્ડિઝના આ પ્રવાસ પર, યશસ્વીએ તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી અને પ્રથમ દાવમાં જ શાનદાર 171 રન બનાવ્યા. હવે ટી-20માં પણ તેની પાસેથી શાનદાર અપેક્ષા રહેશે.

 


ભારત: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.

વેસ્ટ ઈન્ડિઝ: બ્રેન્ડન કિંગ, કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.

આ પણ વાંચો : 51 સદી ફટકારનાર ખેલાડી હવે પાકિસ્તાન માટે નહીં રમે, બીજા દેશમાં બનાવશે કારકિર્દી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:39 pm, Tue, 8 August 23