Breaking News: ભારત સામેની શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, બે ખેલાડીઓ ઈજાના કારણે બહાર

ન્યૂઝીલેન્ડે થોડા દિવસ પહેલા ભારત સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી પરંતુ લગભગ બે અઠવાડિયા પહેલા જ ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. ટીમના બે ખેલાડીઓ ઇજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

Breaking News: ભારત સામેની શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, બે ખેલાડીઓ ઈજાના કારણે બહાર
new zealand
Image Credit source: X
| Updated on: Oct 09, 2026 | 5:31 PM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા તેના કેટલાક ખેલાડીઓની ઈજાઓથી પરેશાન છે, ત્યારે યજમાન ન્યૂઝીલેન્ડને પણ મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડને બે ખેલાડીઓની એક સાથે ઈજાને કારણે આ જ ઝટકો લાગ્યો છે. આના કારણે ન્યૂઝીલેન્ડને ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જાહેરાત કરી છે કે મધ્યમ ક્રમના બેટ્સમેન માર્ક ચેપમેન અને ઝડપી બોલર જેક્વેરી ફોક્સ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

ચેપમેન અને ફોક્સ ઇજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડ ક્રિકેટે શુક્રવાર, 9 ઓક્ટોબરના રોજ શ્રેણીમાંથી બંને ખેલાડીઓના બહાર થવાની જાહેરાત કરી હતી. બંને ખેલાડીઓને અલગ-અલગ સમયે ઈજાઓ થઈ હતી અને હાલમાં તેઓ શ્રેણી માટે સમયસર સ્વસ્થ થઈ શકતા નથી. ડાબોડી બેટ્સમેન માર્ક ચેપમેનને યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જ્યારે ફોક્સને ન્યુઝીલેન્ડની સ્થાનિક ટુર્નામેન્ટ દરમિયાન હિપમાં ઈજા થઈ હતી. જોકે ન્યૂઝીલેન્ડને આશા છે કે ચેપમેન 4 નવેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણી માટે ફિટ થઈ જશે, પરંતુ ફોક્સ ક્યારે ફિટ થઈને વાપસી કરી શકે છે તે જાહેર કરવામાં આવ્યું નથી. ફોક્સને વાપસી કરવામાં વધુ સમય લાગી શકે છે.

 

આ 2 ખેલાડીઓ ટીમમાં સામેલ

આ બે ખેલાડીઓની જગ્યાએ ન્યૂઝીલેન્ડે ટીમમાં બે નવા ચહેરાઓનો સમાવેશ કર્યો છે. અનુભવી બોલર બ્લેર ટિકનરનો ટીમમાં સામેલ થયો છે. ટિકનર પહેલા ભારત સામે T20 મેચ રમી ચૂક્યો છે, પરંતુ તેને ખાસ સફળતા મળી નથી. ટિકનરે ભારત સામે છ T20 મેચોમાં ફક્ત ત્રણ વિકેટ લીધી છે, જેમાં 11.50 ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે. ઓલરાઉન્ડર જોશ ક્લાર્કસનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 29 વર્ષીય ક્લાર્કસને હજુ સુધી ભારત સામે એક પણ મેચ રમી નથી.

Breaking News: ન્યૂઝીલેન્ડ શ્રેણી પહેલા રણજી ટ્રોફીમાં રમશે રવિન્દ્ર જાડેજા, સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રી

Published On - 5:30 pm, Fri, 9 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.