IND vs NZ: જીત પછી પણ ખુશ નહોતો શુભમન ગિલ, બેટ્સમેનોની આ ભૂલ પર કેપ્ટને વ્યક્ત કરી નારાજગી

ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં બીજી વનડેમાં 4 રનથી જીત મેળવ્યા બાદ પણ ભારતીય કેપ્ટન શુભમન ગિલ સંપૂર્ણ સંતુષ્ટ દેખાયો નહોતો. તેણે બોલરોના પ્રદર્શનની પ્રશંસા કરી, પરંતુ બેટ્સમેનોના શોટ સિલેક્શન પર નારાજગી વ્યક્ત કરી હતી. ગિલે સ્વીકાર્યું કે જો ભારત DLS નિયમ હેઠળ આ મેચ હારી ગયું હોત તો તે અત્યંત નિરાશાજનક હોત.

IND vs NZ: જીત પછી પણ ખુશ નહોતો શુભમન ગિલ, બેટ્સમેનોની આ ભૂલ પર કેપ્ટને વ્યક્ત કરી નારાજગી
shubman gill
Image Credit source: X
| Updated on: Nov 07, 2026 | 9:11 PM

ભારતે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં ન્યુઝીલેન્ડને 4 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતાં ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે માત્ર 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 135 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, સરળ લાગતું લક્ષ્ય ભારત માટે મુશ્કેલ બની ગયું હતું. ટીમે 113 રનના સ્કોર પર જ 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ભારે વરસાદને કારણે મેચ અટકાવવી પડી હતી અને DLS પદ્ધતિ હેઠળ ભારતને 4 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.

મેચ જીત્યા બાદ કેપ્ટન શુભમન ગિલે શું કહ્યું?

મેચ બાદ શુભમન ગિલે કહ્યું હતું કે જીત મેળવવી સૌથી મહત્ત્વની છે, પરંતુ પરિસ્થિતિ સરળ નહોતી. તેણે ભારતીય બોલરોની પ્રશંસા કરતાં કહ્યું કે ન્યુઝીલેન્ડને 130થી 140 રનની અંદર રોકવું શાનદાર પ્રયાસ હતો. જોકે, લક્ષ્યનો પીછો કરતી વખતે ટીમે સતત વિકેટ ગુમાવી હતી.

 

ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રારના પ્રદર્શનની પ્રશંસા કરી

ગિલે યુવા ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રારના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે ગુર્નૂર પાસે સારી ગતિ અને બાઉન્સ છે. વધુ મેચ રમવાથી અને અનુભવ મેળવવાથી તેની લાઇન તથા લેન્થમાં સાતત્ય આવશે. ગિલના મતે, દબાણમાં સતત સારું પ્રદર્શન કરવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મહત્ત્વનું છે.

શોટ પસંદગી અંગે નારાજગી વ્યક્ત કરી

કેપ્ટને બેટ્સમેનોની શોટ પસંદગી અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે ટીમે જરૂર કરતાં બે વિકેટ વધુ ગુમાવી હતી. વરસાદની શક્યતા હોવા છતાં છેલ્લાં બે શોટ યોગ્ય નહોતા. ગિલે સ્પષ્ટ કહ્યું કે જો ભારત DLSના કારણે 4 કે 5 રનથી હારી ગયું હોત તો તે અત્યંત નિરાશાજનક હોત. અંતે જીત મળતાં ટીમે રાહત અનુભવી હતી.

Breaking News: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ફક્ત એક જ મેચમાં કરશે બિહારની કેપ્ટનશીપ, જાણો કારણ

Follow Us
Loading...
Unable to load recommendations.