
વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમાઈ રહેલી 5 મેચની T20 શ્રેણી પછી તરત જ, ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ 5 મેચની T20 શ્રેણીથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ રોમાંચક T20 શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે યુવા બેટ્સમેન તિલક વર્મા વાઇસ-કેપ્ટનની ફરજો નિભાવતો જોવા મળશે. આ શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થશે.
આ ટીમ પસંદગીમાં યુવાનો અને વિસ્ફોટક ફોર્મ ધરાવતા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. પસંદગીકારોએ યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને કિવી પ્રવાસ માટે ટીમમાં સામેલ કરીને તેમના પર ખૂબ વિશ્વાસ દર્શાવ્યો છે. સંજુ સેમસન વિકેટકીપર તરીકે ટીમનો ભાગ છે, અને ઇશાન કિશનની પણ પસંદગી કરવામાં આવી છે. આ સાથે, અભિષેક શર્મા અને નમન ધીર જેવા આક્રમક બેટ્સમેનો પર ઝડપથી રન બનાવવાની જવાબદારી રહેશે.
શિવમ દુબે, અક્ષર પટેલ અને નીતિશ કુમાર રેડ્ડી ટીમને સંતુલન પૂરું પાડશે. કુલદીપ યાદવ અને લેગ-સ્પિનર રવિ બિશ્નોઈની સ્પિન બોલિંગ જોડી ટીમની બોલિંગની જવાબદારી સંભાળશે. ન્યૂઝીલેન્ડની ઉછાળવાળી અને ઝડપી પિચો પર અર્શદીપ સિંહ, મયંક યાદવ અને પ્રિન્સ યાદવની ત્રિપુટી પેસ આક્રમણનું નેતૃત્વ કરશે.
Announcement
#TeamIndia’s T20I squad and India A squads for New Zealand tour announced
Bhuvneshwar Kumar makes a comeback to the T20I side
More Details ▶️ https://t.co/oJ52QSH0DO
#NZvIND https://t.co/btbXlQ0nQD
— BCCI (@BCCI) October 6, 2026
છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની 15 સભ્યોની ટીમમાં પસદગી કરવામાં આવી છે. ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL માં સતત સારું પ્રદર્શન કરનાર ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં પસંદગીને લઈ સતત માંગ થઈ રહી હતી. આખરે BCCI એ ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં તેણે તક આપી છે.
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.
Published On - 9:18 pm, Tue, 6 October 26