AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ઈંગ્લેન્ડ શ્રેણી માટે વિરાટ કોહલીની ખાસ ટ્રેનિંગ, આ દિગ્ગજ ક્રિકેટર સાથે અલીબાગમાં સ્પેશિયલ સેશન

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા એક ખાસ ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યો હતો. ટ્રેનિંગ કેમ્પ દરમિયાન એક ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન પણ હાજર રહ્યો હતો. બંનેનો ટ્રેનિંગનો વીડિયો વાયરલ થયો હતો.

IND vs ENG: ઈંગ્લેન્ડ શ્રેણી માટે વિરાટ કોહલીની ખાસ ટ્રેનિંગ, આ દિગ્ગજ ક્રિકેટર સાથે અલીબાગમાં સ્પેશિયલ સેશન
virat kohli trainingImage Credit source: X
| Updated on: Jul 02, 2026 | 5:37 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોહલી ભૂતપૂર્વ ભારતીય બેટિંગ કોચ સંજય બાંગર સાથે નેટમાં પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ ક્લિપે કોહલીના પુનરાગમન અંગે ચાહકોમાં ઉત્સાહ વધાર્યો છે. કોહલીને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 15 સભ્યોની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને શ્રેણીમાં રમવા માટે હજુ સુધી સંપૂર્ણ ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી.

ઈંગ્લેન્ડ શ્રેણી માટે કોહલીની ખાસ ટ્રેનિંગ

ઓનલાઈન વાયરલ થઈ રહેલી એક ક્લિપમાં 37 વર્ષીય વિરાટ કોહલી ખભા પર કિટ બેગ લટકાવીને ટ્રેનિંગ મેદાનમાં પહોંચે છે, જ્યાં ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર તેનું સ્વાગત કરે છે. ત્યારબાદ બંને મેદાનની વચ્ચે ઉભા રહીને પરિસ્થિતિની ચર્ચા કરતા જોવા મળે છે. અહેવાલો અનુસાર, કોહલીએ તાજેતરમાં અલીબાગમાં એક ખાસ બેટિંગ કેમ્પ પૂર્ણ કર્યો હતો, જ્યાં બાંગર તેને વિવિધ ટેકનિકલ પાસાઓ પર માર્ગદર્શન આપતા જોવા મળ્યા હતા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ સંજય બાંગર સાથે ખાસ બેટિંગ સેશન કર્યા હોય.

સંજય બાંગર સાથે ખાસ ટ્રેનિંગ સેશન

સંજય બાંગર 2014 થી 2019 સુધી ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ હતા. આ તે સમય હતો જ્યારે કોહલીને વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના નંબર 1 હતો. બાંગર સાથે કામ કરવાનો અનુભવ હંમેશા કોહલી માટે ફાયદાકારક રહ્યો છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે આ ટ્રેનિંગથી મેદાન પર ટીમ ઈન્ડિયા અને કોહલી માટે સારા પરિણામોમાં આવશે. 2027 ના ODI વર્લ્ડ કપની તૈયારી માટે પણ આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેથી વિરાટ કોહલીએ તેની પણ તૈયારીઓ તેજ કરી દીધી છે.

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં થશે વાપસી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી 14 જુલાઈથી શરૂ થવાની છે. IPL 2026 પછી વિરાટ કોહલીની આ પહેલી આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં અફઘાનિસ્તાન સામે ODI શ્રેણી રમી હતી, જેમાં વિરાટ કોહલી ઈજાને કારણે ભાગ લઈ શક્યો ન હતો. તેથી, તે હવે ઈંગ્લેન્ડ શ્રેણીમાં મેદાનમાં વાપસી કરશે.

FIFA World Cup જોવા USA પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર, લિયોનેલ મેસ્સીની જર્સીમાં વીડિયો વાયરલ

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">