Breaking News: IND vs ENG ત્રીજી T20 માં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, રવિ બિશ્નોઈ ડ્રોપ, સંજુ સેમસન ફરી બહાર

ભારત-ઈંગ્લેન્ડ T20 સિરીઝની ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે ભારતે પ્લેઈંગ ઈલેવનમાં એક મોટો ફેરફાર કર્યો હતો. લેગ-સ્પિનર ​​રવિ બિશ્નોઈને પાછલી મેચમાં ખરાબ બોલિંગનું પરિણામ ભોગવવું પડ્યું હતું. તેને ડ્રોપ કરવામાં આવ્યો છે અને પ્રિન્સ યાદવને તક અપાવામાં આવી છે. જ્યારે સંજુ સેમસનને સતત બીજી મેચમાં બહાર રાખવામાં આવ્યો છે.

Breaking News: IND vs ENG ત્રીજી T20 માં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, રવિ બિશ્નોઈ ડ્રોપ, સંજુ સેમસન ફરી બહાર
sanju samson & Ravi Bishnoi
Image Credit source: X
| Updated on: Jul 07, 2026 | 10:16 PM

આખરે, બધાની અપેક્ષા મુજબ જ થયું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20 માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને રવિ બિશ્નોઈને ડ્રોપ કરવાની જાહેરાત કરી હતી. તેના સ્થાને પ્રિન્સ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રવિ બિશ્નોઈ માન્ચેસ્ટરમાં રમાયેલી T20 મેચમાં ખૂબ જ મોંઘો સાબિત થયો હતો. તેણે ચાર ઓવરમાં 60 રન આપ્યા હતા. પોતાની છેલ્લી ઓવરમાં તેણે બે નો-બોલ સહિત 29 રન આપ્યા હતા, જેના કારણે ભારતની હાર થઈ હતી. હવે તેને આ ખરાબ પ્રદર્શનની કિંમત ચૂકવવી પડી છે.

રવિ બિશ્નોઈ ડ્રોપ

રવિ બિશ્નોઈને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે તે હવે આ શ્રેણીમાં નહીં રમે. મેચ પર કોમેન્ટ્રી કરી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાના જણાવ્યા અનુસાર રવિ બિશ્નોઈને તેના રન-અપમાં સમસ્યા છે, અને તેને સુધારવામાં સમય લાગશે. રન-અપ રાતોરાત સુધરતી નથી.

 

સંજુ સેમસન ફરી બહાર

મોટા સમાચાર એ છે કે સંજુ સેમસન ફરીથી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો છે. માન્ચેસ્ટર પછી તેને નોટિંગહામમાં પણ રમવાની તક મળી ન હતી. મેચ પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો, પરંતુ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. ટીમ ઈન્ડિયાની રણનીતિ જોતાં એવું લાગે છે કે સંજુ સેમસન આ T20 શ્રેણીમાં હવે નહીં રમે. તે પાછલી ત્રણ મેચમાં ફ્લોપ રહ્યો હતો અને બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યો ન હતો.

 

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), શિવમ દુબે, તિલક વર્મા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી.

Breaking News: એશિયન ગેમ્સમાંથી પણ સંજુ સેમસનનું પત્તું કપાશે? છેલ્લી ઘડીએ ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર!

Published On - 10:15 pm, Tue, 7 July 26

Follow Us