Breaking News : IND vs ENG ચોથી T20I કેટલા વાગ્યે શરૂ થશે? શું સમયમાં કોઈ ફેરફાર થશે?

IND vs ENG ચોથી T20I આજે બ્રિસ્ટલમાં રમાશે. આ મેચ જો તમે ફ્રીમાં જોવા માંગો છો તો ડીડી સ્પોર્ટસ પર મેચ જોવાનો આનંદ માણી શકો છો. તો ચાલો જાણીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ કેટલા વાગ્યે શરુ થશે.

Breaking News : IND vs ENG ચોથી T20I કેટલા વાગ્યે શરૂ થશે? શું સમયમાં કોઈ ફેરફાર થશે?
Image Credit source: AI
| Updated on: Jul 09, 2026 | 9:28 AM

ભારત vs ઈંગ્લેન્ડ 5 મેચની ટી20 સીરિઝની ચોથી મેચ આજે ગુરુવારે 9 જુલાઈના રોજ બ્રિસ્ટલમાં રમાશે. શ્રેયસ અય્યરની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા પાસે હવે આ સીરિઝને જીતાડવાની કોઈ તક નથી. માત્ર ટીમ હવે આ મેચ ડ્રો કરાવી શકે છે.IND vs ENG ટી20 સીરિઝની પહેલા મેચ વરસાદના કારણે ધોવાય હતી. તો બીજી અને ત્રીજી મેચમાં યજમાને ભારતને ધુળ ચટાવી હતી.

મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી

ભારત અને ઈંગ્લેન્ડની આજની મેચના ટાઈમિંગને લઈને પણ સવાલ છે. આ સીરિઝની મેચ ભારતીય સમયઅનુસાર મોડી શરુ થશે. તો ચાલો આ મેચને લઈ મહત્વની વાત જાણીએ.આ મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી છે, કારણ કે તેઓ સીરિઝમાં પહેલાથી જ 0-2 થી પાછળ છે. જો ભારતીય ટીમ સીરિઝ ગુમાવવાનું ટાળવા માંગતી હોય, તો તેણે આ મેચ કોઈપણ કિંમતે જીતવી જ પડશે. આ મેચની મહત્વની વાત એ છે કે, ભારતીય ટીમ 8 વર્ષ પછી બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં કોઈ ટી20 મેચ રમશે.

IND vs ENG ચોથી ટી20 મેચ ક્યારે રમાશે?

IND vs ENG ચોથી ટી20 મેચ આજે ગુરુવારે 9 જુલાઈના રોજ રમાશે.

IND vs ENG 4th T20I મેચ ક્યાં રમાશે?

IND vs ENG 4th T20I મેચ બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાશે.

IND vs ENG 4th T20I મેચ કેટલા વાગ્યે શરુ થશે

IND vs ENG 4th T20I મેચ ભારતીય સમયઅનુસાર સાંજે 10 કલાકે શરુ થશે. જ્યારે ટોસ માટે બંને ટીમના કેપ્ટન અડધા કલાક પહેલા મેદાન પર આવશે.

IND vs ENG 4th T20I મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જઈ શકશો

IND vs ENG 4th T20I મેચ જો તમે જોવા માંગો છો તો તમે ટીવી પર સ્ટાર સ્પોર્ટસ પર જોઈ શકો છો. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝન્ની હોટસ્ટાર અને સોની લિવ પર જોઈ શકો છો.

IND vs ENG 4th T20I મેચ તેમજ ક્રિકેટને લગતા મહત્વના સમચાર અને મેચનો લાઈવ સ્કોર તમે ટીવી9 ગુજરાતીની વેબસાઈટ પર જોઈ શકો છો.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો

Follow Us