
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સીરિઝની શરુઆત આજથી થશે.બંને ટીમ વચ્ચે પહેલી મેચ બર્મિધમના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટી20 સીરિઝમાં મળેલી શરમજનક હારનો હિસાબ ભારતીય ટીમ વનડેમાં ચુકવવા માંગશે. ભારતીય ટીમનું પલડું વનડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારે રહ્યું છે. બંને દેશો વચ્ચે અત્યારસુધી કુલ 110 વનડે મેચ રમાઈ છે. જેમાંથી 61માં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. જ્યારે 3 મેચનું પરિણામ આવ્યું નથી. ભારતે ઈંગ્લેન્ડમાં અત્યારસુધી કુલ 44 વનડે મેચ રમી છે. જેમાંથી ટીમને 18 મેચમાં જીત મળી છે. તો 23 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ રહી છે જ્યારે 2 મેચનું પરિણામ આવ્યું ન હતુ.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ODI 14 જુલાઈના રોજ રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ODI મેચ એજબેસ્ટનમાં રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ODI મેચ ભારતીય સમયઅનુસાર બપોરના 3:30 કલાકે શરુ થશે. મેચનો ટોસ અડધા કલાક પહેલા થશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ODI મેચ સોની સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકશો.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો હોટસ્ટાર એપ પર જોઈ શકો છો.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ODI મેચ મફતમાં ડીડી સ્પોર્ટસ પર જોઈ શકાશે.
વિરાટ અને રોહિત શર્મા ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. તે આ મેચ માત્ર જીત સાથે પૂર્ણ કરવા માંગશે નહી. પરંતુ સાઉથ આફ્રિકામાં થનારા ઓડીઆઈ વર્લ્ડકપ માટે પોતાની દાવેદારી મજબુત કરવા માંગશે. ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પણ વાપસી થઈ છે. આઈપીએલની ગત્ત સીઝન તેના માટે ખાસ રહી ન હતી. પરંતુ હવે તે વ્હાઈટ બોલની સાથે શાનદાર પ્રદર્શન માટે તૈયાર છે.