
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં એક અનોખો નજારો જોવા મળ્યો. આ મેચમાં અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરીને 218 રન બનાવ્યા. પરંતુ જ્યારે 219 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમનો દાવ શરૂ થયો ત્યારે તેમના ખાતામાં 5 રન પહેલાથી જ ઉમેરાઈ ગયા હતા, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. ટીમ ઈન્ડિયાને આ ફાયદો અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીની પીચ પર દોડવાની ભૂલને કારણે મળ્યો હતો.
અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ શાનદાર ઈનિંગ રમી અને પોતાની પહેલી ODI સદી ફટકારી, જેનાથી અફઘાન ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. જોકે, 40મી ઓવરના છેલ્લા બોલ પર તે પિચના ડેન્જર એરિયામાં દોડી ગયો, જે નિયમોનું ઉલ્લંઘન હતું. આવું તેણે મેચમાં બીજીવાર કર્યું અને નિયમનું ઉલ્લંઘન થયું, જેના કારણે અમ્પાયરોએ તેની ટીમ સામે ગંભીર પગલાં લેવાનું નક્કી કર્યું.
FIVE RUNS BEFORE A BALL WAS EVEN BOWLED!
India were gifted 5 penalty runs before the innings even began after Afghanistan captain Hashmatullah Shahidi was penalized for running more than twice on the protected area of the pitch.
Image Credit: Jio Hotstar pic.twitter.com/7zJgHC1Vlu
— CricInformer (@CricInformer) June 20, 2026
MCC ના નિયમો અનુસાર, બેટ્સમેનોને પિચના ડેન્જર એરિયામાં દોડવાની મંજૂરી નથી. પહેલીવાર બેટ્સમેનને ચેતવણી આપવામાં આવે છે, પરંતુ બીજી વાર વિરોધી ટીમને પાંચ રનનો દંડ ફટકારવામાં આવે છે. શાહિદીની ભૂલથી ભારતને એક પણ બોલ રમ્યા વિના પાંચ રનની લીડ મળી ગઈ. જ્યારે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ક્રીઝ પર આવ્યા, ત્યારે સ્કોરબોર્ડ પર પહેલાથી જ 5/0 હતો.
ટીમ ઈન્ડિયાની ઈનિંગની પહેલી ઓવર ખૂબ જ યાદગાર રહી હતી. અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઓમરઝાઈને પહેલી જ ઓવરમાં લાઈન-લેન્થ ગુમાવી દીધી અને 6 ની જગ્યાએ કુલ 10 બોલની એક ઓવર ફેંકી. ભારતીય ટીમે આનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને પ્રથમ ઓવરમાં 23 રન બનાવ્યા, જેમાં પાંચ પેનલ્ટી રનનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ODI ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું જ્યારે ભારતે ઈનિંગની પ્રથમ ઓવરમાં 23 રન બનાવ્યા. અગાઉ, ભારતનો શ્રેષ્ઠ સ્કોર 22 રન હતો, જે 2004માં બાંગ્લાદેશ સામે આવ્યો હતો.