Breaking News: 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલરે ડેબ્યૂ મેચમાં કર્યો કમાલ, 23 વર્ષના સ્પિનરે પણ પહેલી જ મેચમાં મચાવી ધમાલ

છ ફૂટ પાંચ ઈંચ ઊંચા ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રારે અફઘાનિસ્તાન સામેની પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરી અને ODI ડેબ્યૂમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનાર બોલરોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. હર્ષ દુબેએ પણ ત્રણ વિકેટ લઈને પોતાની છાપ છોડી હતી.

Breaking News: 6 ફૂટ 5 ઈંચના ફાસ્ટ બોલરે ડેબ્યૂ મેચમાં કર્યો કમાલ, 23 વર્ષના સ્પિનરે પણ પહેલી જ મેચમાં મચાવી ધમાલ
Gurnoor Brar & Harsh Dubey
Image Credit source: X/BCCI
| Updated on: Jun 13, 2026 | 9:19 PM

ધર્મશાલામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી વનડે મેચ વરસાદને કારણે 25-25 ઓવરની કરવામાં આવી હતી, પરંતુ બે યુવા ભારતીય બોલરો માટે આ મેચ યાદગાર રહી. આ મેચમાં ડેબ્યુ કરનારા ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રાર અને સ્પિનર ​​હર્ષ દુબેએ પોતાની જાદુઈ બોલિંગથી અફઘાન બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા. ખાસ કરીને ગુર્નૂર બ્રારે પોતાની પહેલી જ મેચમાં એક રેકોર્ડ બનાવ્યો અને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું.

ગુર્નૂર બ્રારનનો ડેબ્યૂ મેચમાં ધમાકો

પંજાબના છ ફૂટ પાંચ ઈંચ ઊંચા ફાસ્ટ બોલર ગુર્નૂર બ્રારે અફઘાનિસ્તાન સામે 4.5 ઓવર ફેંકી, જેમાં એક મજબૂત સ્પેલ ફેંક્યો. તેણે માત્ર 27 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ દમદાર પ્રદર્શનથી તેને ભારતના શ્રેષ્ઠ ODI ડેબ્યૂ બોલરોની યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતના શ્રેષ્ઠ ODI ડેબ્યૂનો રેકોર્ડ પ્રસિદ્ધ કૃષ્ણાના નામે છે, જેણે 2021માં ઈંગ્લેન્ડ સામે 54 રન આપીને ચાર વિકેટ લીધી હતી. હવે, ગુર્નૂર બ્રાર ભારતના ODI ડેબ્યૂ ઈતિહાસમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનાર ચોથો સૌથી સફળ બોલર બની ગયો છે.

 

ભારત માટે ODI ડેબ્યૂમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

  • પ્રસિદ્ધ કૃષ્ણા: 4/54 vs ઈંગ્લેન્ડ (પુણે, 2021)
  • નોએલ ડેવિડ: 3/21 vs વેસ્ટ ઈન્ડિઝ (પોર્ટ ઓફ સ્પેન, 1997)
  • વરુણ એરોન: 3/24 vs ઈંગ્લેન્ડ (મુંબઈ, 2011)
  • ગુરનુર બ્રાર: 3/27 vs અફઘાનિસ્તાન (ધર્મશાલા, 2026)
  • સુબ્રતો બેનર્જી: 3/30 vs વેસ્ટ ઈન્ડિઝ (પર્થ, 1991)

સ્પિનર ​​હર્ષ દુબે પણ ચમક્યો

ગુર્નૂર બ્રાર ઉપરાંત અન્ય એક ડેબ્યુટન્ટ હર્ષ દુબેએ પણ બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. આ ડાબા હાથના સ્પિનરે થોડા રન આપ્યા, પરંતુ તેણે મધ્ય ઓવરોમાં ભારતને મહત્વપૂર્ણ સફળતા અપાવી. હર્ષ દુબેએ તેની પાંચ ઓવરમાં 47 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ બે યુવા બોલરોએ મળીને છ અફઘાન બેટ્સમેનોને આઉટ કર્યા. પરિણામે, ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 24.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ કરી દીધું.

Breaking News: રોહિત શર્મા અને શુભમન ગિલની મોટી ભૂલ, ટીમ ઈન્ડિયાને 91 રનનું નુકસાન

Follow Us