
ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2026ના શેડ્યૂલની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 12 જૂનથી શરૂ થશે, જ્યારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સ ખાતે રમાશે. મોટા સમાચાર એ છે કે આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ચાલો તમને જણાવીએ કે બંને ટીમો ક્યારે ટકરાશે અને આ ટુર્નામેન્ટમાં આ બંને ટીમો કેટલી વાર એકબીજા સામે ટકરાઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા T20 વર્લ્ડ કપ 2026ની મહત્વપૂર્ણ મેચ 14 જૂને એજબેસ્ટન ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. તમને જણાવી દઈએ કે, આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બે વાર ટકરાઈ શકે છે. ગ્રુપ સ્ટેજ ઉપરાંત, બંને ટીમો સેમીફાઈનલ અથવા ફાઈનલમાં પણ ટકરાઈ શકે છે.
England and Wales
️ 2026
Here are #TeamIndia‘s fixtures for ICC Women’s T20 World Cup 2026! pic.twitter.com/PTtPmpDCZX
— BCCI Women (@BCCIWomen) June 18, 2025
ભારત અને પાકિસ્તાનની સાથે, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને બે ક્વોલિફાઈંગ ટીમોને પણ ગ્રુપ 1 માં સામેલ કરવામાં આવી છે. ગ્રુપ 2 માં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને બે ક્વોલિફાઈંગ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડમાં કુલ 7 સ્થળોએ મેચ રમાશે. આ 7 ગ્રાઉન્ડ છે – એજબેસ્ટન, ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ, હેમ્પશાયર, હેડિંગલી, ધ ઓવલ અને લોર્ડ્સ સ્ટેડિયમ. મહિલા T20 વર્લ્ડ કપ 2026ની બંને સેમીફાઈનલ મેચ ઓવલ ખાતે રમાશે, જ્યારે ફાઈનલ મેચ લોર્ડ્સમાં રમાશે.
Mark your calendars
The fixtures for the ICC Women’s T20 World Cup 2026 are out
Full details ➡ https://t.co/X2BqQphwSC pic.twitter.com/gqkxaMudEP
— ICC (@ICC) June 18, 2025
મહિલા T20 વર્લ્ડ કપ 2009માં શરૂ થયો હતો અને તેની પહેલી સિઝન ઈંગ્લેન્ડે જીતી હતી. આ પછી, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે સતત ત્રણ સિઝન (2010, 2012, 2014) જીતી હતી. 2016 માં, વેસ્ટ ઈન્ડીઝે ઓસ્ટ્રેલિયાને હરાવીને આ રેકોર્ડ તોડ્યો. આ પછી, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે સતત ત્રણ સિઝન એટલે કે 2018, 2020 અને 2023 જીતી હતી. છેલ્લો ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ન્યુઝીલેન્ડે જીત્યો હતો.
આ પણ વાંચો: IND vs ENG : 4 ખેલાડીઓ કરશે ડેબ્યૂ ! ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?
Published On - 4:52 pm, Wed, 18 June 25