
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સીરિઝ પૂર્ણ થઈ ચૂકી છે. 3 વનડે સીરિઝમાં ભારતે ક્લીન સ્વીપ કર્યું છે પરંતુ આ સીરિઝ પૂર્ણ થયા બાદ આઈસીસીએ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને ફટકાર લગાવી છે. અફઘાનિસ્તાનના કેપ્ટનને આઈસીસી તરફથી આ ફટકાર ચેન્નાઈમાં 20 જૂનના રોજ રમાનારી ત્રીજી અને છેલ્લી વનડેમાં કરેલી એક ભૂલ માટે લગાવી છે. મહત્વની વાત એ છે કે, હશમતુલ્લાહ શાહિદીએ ભૂલ ચેતવણી બાદ પણ કરી હતી.
હશમતુલ્લાહ શાહિદીને આઈસીસીએ માત્ર ફટકાર લગાવી છોડ્યો નથી પરંતુ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડ્યો છે. શાહિદીને આઈસીસીએ ક્રિકેટના કોડ ઓફ કંડ્કટ હેઠળ લેવલ 1માં દોષી સાબિત કર્યો અને જણાવ્યું કે, તેમણે જે ભૂલ કરી હતી. તે આર્ટિકલ 2.10.10નું ઉલ્લંધન છે.
આઈસીસી દ્વારા ઠપકો અને ડિમેરિટ પોઈન્ટ મેળવતા પહેલા, હશમતુલ્લાહ શાહિદીને બેટિંગ કરતી વખતે પીચ પર ન દોડવા બદલ બે વાર સત્તાવાર રીતે ચેતવણી આપવામાં આવી હતી. તેમને પહેલા અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 31મી ઓવરમાં ચેતવણી આપવામાં આવી હતી અને પછી 40મી ઓવરમાં જ્યારે તેમણે એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું ત્યારે ફરીથી ચેતવણી આપવામાં આવી હતી. કેપ્ટનની આ જ ભૂલને કારણે અફઘાનિસ્તાન ટીમને 5 રનની પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી.
આઈસીસી મુજબ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ભારત વિરુદ્ધ ત્રીજી વનડેમાં ચેતવણી આપ્યા બાદ પણ વારંવાર પિચ ઉપર આ જગ્યાએ દોડતો જોવા મળ્યો હતો. જેનાથી નુકસાન થઈ શકે. છેલ્લા 24 મહિનામાં શાહિદીનો આ પહેલો નિયમ ભંગ છે.
ભારત-અફઘાનિસ્તાન ત્રીજી વનડે મેચ રેફરી રંજન મદુગલેની સામે હશમતુલ્લાહ શાહિદીએ પોતાની ભૂલ માની હતી. ત્યારબાદ આ મામલેઆગળ કોઈ કાર્યવાહીની જરુર નથી.ભારત વિરુદ્ધ વનડે સીરિઝમાં અફઘાનિસ્તાનને 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી વનડે 7 વિકેટથી હાર્યા બાદ બીજી વનડેમાં 170 રનની મોટી હાર જોવા મળી હતી. ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વનડેમા 128 બોલ બાકી રહેતા 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.