Breaking News : બાંગ્લાદેશ બહાર થતાં જ ICCએ T20 વર્લ્ડ કપનું નવું શેડ્યૂલ જાહેર કર્યું

આઈસીસીએ ટી20 વર્લ્ડકપ 2026નું નવું શેડ્યુલ જાહેર કર્યું છે. કારણ કે, બાંગ્લાદેશ બહાર થતાં સ્કોટલેન્ડની રમવાની તક મળી છે. ત્યારે એક નવી ટીમ ટી20 વર્લ્ડકપમાં રિપ્લેસ થઈ છે.

Breaking News : બાંગ્લાદેશ બહાર થતાં જ ICCએ T20 વર્લ્ડ કપનું નવું શેડ્યૂલ જાહેર કર્યું
| Updated on: Jan 25, 2026 | 2:12 PM

આઈસીસીએ ટી20 વર્લ્ડકપ માટે એક અપટેડ શેડ્યુલની જાહેરાત કરી છે. જેમાં ભારત અને શ્રીલંકાને ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી હોસ્ટ કરશે. આ શેડ્યુલ એટલા માટે ફેરફાર કરવામાં આવ્યું છે કારણ કે, બાંગ્લાદેશ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ચૂક્યું છે. તેમજ સ્કોટલેન્ડને તેના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યું છે.

સ્કોટલેન્ડની મેચ

બાંગ્લાદેશના સ્થાને સ્કોટલેન્ડને ગ્રુપ સીમાં ઈંગ્લેન્ડ, ઈટલી, વેસ્ટ ઈન્ડિઝ અને નેપાળની સાથે રાખવામાં આવ્યું છે. આ પહેલા બાંગ્લાદેશને કોલકત્તામાં વેસ્ટ ઈન્ડિઝ 7 ફેબ્રુઆરી, ઈટલી 9 ફેબ્રુઆરી અને ઈંગ્લેન્ડ 14 ફેબ્રુઆરી વિરુદ્ધ રમવાનું હતુ. ત્યારબાદ 17 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં નેપાળ સામે એક મેચ રમવાની હતી.

 

 

 

શેડ્યુલમાં થયો ફેરફાર

નવા શેડ્યુલ હેછળ સ્કોટલેન્ડ આ 4 ટીમો વિરુદ્ધ તારીખ અને વેન્યુ પર રમશે. આઈસીસીએ કન્ફોર્મ કર્યું કે, માત્ર ટીમ બદલાય છે. મેચની તારીખ, સમય અને ગ્રુપનું સ્ટ્રક્ચર પહેલાની જેમ જ રહ્યું છે. ટી20 વર્લ્ડકપમાં કોઈ પણ બીજી મેચ પર કોઈ અસર જોવા મળશે નહી.

ગ્રુપ સીમાં સ્કોટલેન્ડની મેચ

  • 7 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s વેસ્ટઈન્ડિઝ
  • 14 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s ઈંગ્લેન્ડ
  • 17 ફેબ્રુઆરી સ્કોટલેન્ડ v/s નેપાળ
  • 19 ફેબ્રુઆરીસ્કોટલેન્ડ v/s વેસ્ટઈન્ડિઝ

 

 

 

સ્કોટલેન્ડે ખુશી વ્યક્ત કરી

T20 World Cupમાં ટિકિટ મળ્યા બાદ ક્રિકેટ સ્કોટલેન્ડે ખુશી વ્યક્ત કરી છે. આ ગ્લોબલ ટૂર્નામેન્ટની તૈયારીઓમાં લાગી ગયું છે. ક્રિકેટ સ્કોટલેન્ડના ચીફ એગ્ઝીક્યુટિવ ટુડી લિંડબ્લેડે આઈસીસીનો આભાર માન્યો છે. આ સિવાય બોર્ડના ચેરમેન વિલ્ફ વોલ્શે કહ્યું કે, તેની પાસે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહનો પણ ફોન આવ્યો હતો. સ્કોટલેન્ડની ટીમ ભારત આવતા પહેલા આ ગ્લોબલ ટૂર્નામેન્ટની તૈયારી કરી રહી છે.

આ ટુર્નામેન્ટની મેચો મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નાઈ અને અમદાવાદ જેવા મુખ્ય શહેરો તેમજ શ્રીલંકાના કોલંબો અને કેન્ડીમાં રમાશે. આ વર્ષે, ટુર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમો તેમજ નેપાળ, ઈટાલી, ઓમાન અને યુએસએ જેવી ટીમો પણ ભાગ લેશે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો