Breaking News : ICCએ મહિલા T20 વર્લ્ડ કપ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી, જેમાં ચાર ભારતીય મહિલા ખેલાડીઓનો સમાવેશ

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની મેજબાનીમાં રમાનાર મહિલા ટી20 વર્લ્ડકપ 2026થી શરુ થવા જઈ રહ્યો છે. આ વચ્ચે આઈસીસીએ ગ્રુપ સ્ટેજની મેચ માટે ઓફિશિયલ્સના નામની જાહેરાત કરી છે.

Breaking News : ICCએ મહિલા T20 વર્લ્ડ કપ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી, જેમાં ચાર ભારતીય મહિલા ખેલાડીઓનો સમાવેશ
| Updated on: May 29, 2026 | 10:16 AM

મહિલા ટી20 વર્લ્ડકપ શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026ની શરુઆત 12 જૂનથી થશે. જેમાં પહેલી મેચ ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ વચ્ચે રમાશે. આ મેગા ટૂર્નામેન્ટની ગત્ત સીઝન 2024માં રમાય હતી. જેને ન્યુઝીલેન્ડની ટીમે પોતાને નામ કરી હતી. આ વખતે ટાઈટલ માટે ડિફેન્ડ કરવાનું કામ સરળ નહી હોય. આ વચ્ચે આઈસીસી ટૂર્નામેન્ટ શરુ થવાના થોડા દિવસ પહેલા ગ્રુપ સ્ટેજ મેચ માટે મેચ ઓફિશિયલ્સના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 14 અમ્પાયર અને 4 મેચ રેફરીને સ્થાન આપવામાં આવ્યું છે.

મેચ ઓફિશિયલ્સની જાહેરાત

મહિલા ટી20 વર્લ્ડકપની આ સતત ત્રીજી સીઝન હશે. જેમાં આઈસીસી તરફથી ટૂર્નામેન્ટ જાહેર કરાયેલા મેચ ઓફિશિયલ્સમાં મહિલાઓને સામેલ કરવામાં આવી છે. મહિલા ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ સહિત કુલ 33 મેચ રમાશે. જેમાં આ વખતે 14 ઓફિશિયલ્સ અને 4 મેચ રેફરીમાંથી 9 એવા સભ્યો છે. જે વર્ષ 2024માં વર્લ્ડકપનો ભાગ રહ્યા હતા.

મેચ ઓફિશિયલ્સની આ ગ્રુપમાં સૌથી અનુભવી સભ્યને લઈ વાત કરવામાં આવે તો, ઓસ્ટ્રેલિયાની ક્લેયરે પોલોસાક છે. જે છઠ્ઠી વખત ટૂર્નામેન્ટની જવાબદારી સંભાળશે. જેમાં તેમણે 22 મેચની એમ્પાયરિંગ કરી છે. ત્યારબાદ સૌથી અનુભવી અમ્પાયરમાં જૈકલીન વિલિયમ્સ અને કિમ કોટનનું નામ સામેલ છે. જે મહિલા ટી20 વર્લ્ડકપમાં અત્યારસુધી 19-19 મેચમાં અમ્પાયરિંગ કરી ચૂકી છે.

4 ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું

ટી20 વર્લ્ડકપ 2026 માટે આઈસીસી દ્વારા જાહેરાત કરાયેલી મેચ ઓફિશિયલ્સમાં કુલ 4 ભારતીય મહિલાઓને સ્થાન મળ્યું છે. જેમાં 3ને અમ્પાયરિંગન જવાબદારી સંભાળશે. તો એક મેચ રેફરીની જવાબદારી સંભાળશે. અનુભવી ભારતીય મેચ રેફરી જીએસ લક્ષ્મી જે વર્ષ 2024ના ટી20 વર્લ્ડકપનો ભાગ રહી છે. તે આ વખતે આ ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અમ્પાયરિંગમાં જનીન એન,વૃંદા રાઠી અને ગાયત્રી વેણુગોપાલનને અમ્પાયરિંગની જવાબદારી મળી છે.

ભારત-પાકિસ્તાન મેચથી અભિયાનની શરૂઆત થશે

ભારતીય મહિલા ટીમ 14 જૂને પાકિસ્તાન સામેની હાઇ-વોલ્ટેજ મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. મેચ રેફરી: ટ્રુડી એન્ડરસન, શેન્ડ્રે ફ્રિટ્ઝ, જીએસ લક્ષ્મી અને મિશેલ પરેરા

 

 

ICC મેન્સ T20 વર્લ્ડ કપ, જે અગાઉ ICC વર્લ્ડ T20 તરીકે ઓળખાતો હતો, ક્રિકેટના T20 ઇન્ટરનેશનલ ફોર્મેટની સૌથી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. અહી ક્લિક કરો

Follow Us