IND vs NZ: વિકેટ લીધા બાદ ગુરનુર બરાર ટિમ સેફર્ટ સાથે ઝઘડો કરતા જોવા મળ્યો, વિરાટે વચ્ચે પડી મામલો શાંત કર્યો , જુઓ Video

Gurnoor Brar vs Tim Seifert : ભારત અને ન્યુઝીલેન્ડની ચોથી વનડે મેચમાં ગુરનુર બરાર અને ટિમ સેફર્ટ વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુરનુર બરારે સેફર્ટનો વીડિયો વાયરલ થયો છે.

IND vs NZ:  વિકેટ લીધા બાદ ગુરનુર બરાર ટિમ સેફર્ટ સાથે ઝઘડો કરતા જોવા મળ્યો, વિરાટે વચ્ચે પડી મામલો શાંત કર્યો , જુઓ Video
| Updated on: Nov 13, 2026 | 11:12 AM

ન્યુઝીલેનડના માઉન્ટ માઉંગાનુઈ સ્થિત બે ઓવલ મેદાન પર શુક્રવારના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી મેચ રમાઈ રહી છે. આ વચ્ચે ખેલાડીઓમાં ગરમ માહોલ જોવા મળી રહ્યોછે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર ગુરનુર બરાર અને કીવી ઓપનર ટિમ સેફર્ટ વચ્ચે બોલાચાલી થઈ હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સેફર્ટ અને વિલ યંગ બેટિંગ કરવા માટે આવ્યા હતા.

ગુરનુરના બોલ પર સેફર્ટ આઉટ

મેચમાં વાતાવરણ ત્યારે ગરમાયું જ્યારે ફાસ્ટ બોલર ગુરનુર બરાર વિકેટ લેવા માટે પોતાનો કાબુ ગુમાવ્યો હતો. મેચમાં ભારતીય ટીમને પહેલી સફળતા 12મી ઓવરમાં મળી હતી. 12મી ઓવરના છેલ્લા બોલ પર ગુરનુર બરારે કીવી બેટ્સમેન ટિમ સેફર્ટને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી હતી. પરંતુ ત્યારબાદ તેમણે આક્રમક અંદાજ દેખાડ્યો હતો. સ્થિતિને બગડતા જોઈ બેટ્સમેન વિરાટ કોહલીએ તરત મામલો શાંત પાડવા માટે વચ્ચે આવ્યો હતો. ગુરનુરને સેફર્ટથી દુર લઈ જઈ મામલો શાંત પાડ્યો હતો.

 

 

 

 એક જોરદાર સેન્ડ-ઓફ આપ્યો

કેચ પૂર્ણ કર્યા પછી, શરૂઆતની ઓવરોની હતાશા અને જોશથી ભરાયેલા ગુરનુર સીધો ટિમ સેફર્ટ પાસે ગયો અને આક્રમક રીતે બૂમો પાડવા લાગ્યા, જેનાથી પરિસ્થિતિ ગરમ થઈ ગઈ. મેદાન પર તણાવ વધતો જોઈને, વિરાટ કોહલી તરત જ દોડી આવ્યા, ગુરનુરને પકડી લીધો અને તેને સેફર્ટથી અલગ કર્યો. આ દરમિયાન, મેદાન પરના અમ્પાયર ક્રિસ બ્રાઉને પણ તરત જ જવાબ આપ્યો, બરાર સાથે વાત કરી અને તેને સંયમ જાળવવાની સલાહ આપી.

ગુરનુર બરારનો આ જશ્ન તેને ભારે પડી શકે છે. આક્રમક સેન્ડ ઓફ આપવાની આ હરકત પર મેચ રેફરી પોતાની વાત કરી શકે છે. જેનાથી યુવા ભારતીય ફાસ્ટ બોલર પર આઈસીસી આચાર સંહિતા હેઠળ કાર્યવાહીની તલવાર લટકેલી છે.

 

આવો છે 6 ફૂટ અને 5 ઈંચના ક્રિકેટર, 5 વખત નેટ બોલર રહ્યો જુઓ પરિવાર અહી કલિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.