
ક્રિકેટ ઇતિહાસની સૌથી ચર્ચિત ક્ષણોમાંની એક ઘટના 22 વર્ષ પછી ફરી ચર્ચામાં આવી છે. ગાબ્બા ટેસ્ટમાં સચિન તેંડુલકરને અપાયેલ વિવાદાસ્પદ LBW નિર્ણય અંગે અમ્પાયર સ્ટીવ બકનરે હવે ખુલીને સ્વીકાર્યું છે કે તે ભૂલ હતી. આ કબૂલાતથી ચાહકોમાં જૂની યાદો તાજી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે.
2003-04 ની બોર્ડર-ગાવસ્કર શ્રેણી દરમિયાન બ્રિસ્બેનના ગાબ્બા મેદાન પર બનેલી આ ઘટના તે સમયે ભારે ચર્ચામાં રહી હતી. સચિન માત્ર 3 રન પર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેસન ગિલેસ્પીનો બોલ તેમના પેડ પર વાગ્યો. જોરદાર અપીલ બાદ બકનરે આંગળી ઊંચી કરી દીધી.
TV રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ સ્ટમ્પથી દુર હતો. કરોડો દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે સમયના જાણીતા કોમેન્ટેટર ટોની ગ્રેગે પણ આ નિર્ણયને “ભયંકર” ગણાવ્યો હતો. મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી અને ચાર ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબરી પર રહી હતી.
22 Years Later Bucknor Admits Sachin LBW Was a Mistake
After 22 years Steve Bucknor admits his LBW decision against Sachin was a mistake saying the ball was missing the stumps
️ “I knew it was an error
even today, people still talk about it.” pic.twitter.com/EUH37ZOJu5— 10 (@Loyalsachfan10) February 24, 2026
હવે વર્ષો બાદ સ્ટીવ બકનરે વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ અમ્પાયર્સ એસોસિએશનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “સચિનને LBW આપવો મારી ભૂલ હતી. લોકો આજે પણ મને પૂછે છે કે મેં તે નિર્ણય કેમ લીધો. જીવનમાં ભૂલો થતી રહે છે અને મેં મારી ભૂલ સ્વીકારી છે.” તેમની આ સ્વીકારોક્તિએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.
આ પહેલીવાર નહોતું જ્યારે બકનરના નિર્ણયને લઈ વિવાદ થયો હોય. 2005 માં કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પાકિસ્તાન સામેની ટેસ્ટ દરમિયાન પણ સચિન વિવાદાસ્પદ રીતે આઉટ જાહેર થયો હતો. રિપ્લેમાં બેટ અને બોલ વચ્ચે અંતર દેખાતું હોવા છતાં નિર્ણય યથાવત રહ્યો હતો, જેને કારણે ચાહકોમાં અસંતોષ ફેલાયો હતો.
Steve Bucknor regrets giving Sachin Tendulkar LBW out 22 years ago. pic.twitter.com/9t7TNWggkL
— Magadh Updates (@magadh_updates) February 25, 2026
વર્ષો પછી જ્યારે સચિનને આ વિષય પર પૂછવામાં આવ્યું, ત્યારે તેણે મજાકમાં કહ્યું હતું કે, “જ્યારે હું બેટિંગ કરું ત્યારે બકનરને બોક્સિંગ ગ્લોવ્ઝ પહેરાવો જેથી તે આંગળી ઊંચી ન કરી શકે!” આ નિવેદન તેમના ખેલદિલીભર્યા સ્વભાવનું પ્રતિબિંબ છે. 22 વર્ષ પછી આવેલી આ કબૂલાત ભલે વિવાદનો અંત નહીં લાવે, પરંતુ ઈતિહાસની આ યાદગાર ક્ષણને નવી દૃષ્ટિ જરૂર આપે છે.