Breaking News: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ, લખનૌમાં ધુમ્મસને કારણે ટોસ પણ ના થઈ શક્યો

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. અમ્પાયરોએ મેચ ચાલુ કરવા માટે લગભગ 3 કલાક રાહ જોઈ પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. જેના કારણે બાદમાં મેચને રદ કરવામાં આવી હ્તી.

Breaking News: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ, લખનૌમાં ધુમ્મસને કારણે ટોસ પણ ના થઈ શક્યો
Team India
Image Credit source: PTI
| Updated on: Dec 17, 2025 | 10:25 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20I શરૂ થાય તે પહેલાં જ રદ કરવામાં આવી હતી. લખનૌમાં ભારે ધુમ્મસને કારણે ટોસ થઈ શક્યો નહીં, જેના કારણે અમ્પાયરોએ મેચ રદ કરવાની ફરજ પડી. આ મેચ 17 ડિસેમ્બર, બુધવારના રોજ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમવાની હતી, પરંતુ સાંજ પડતાં જ શહેરમાં ભારે ધુમ્મસ છવાઈ ગયું. આ કારણે, અમ્પાયરોએ મેચ શરૂ થાય તે પહેલાં જ મુલતવી રાખી હતી. જોકે, ત્યારબાદના પ્રયાસો નિષ્ફળ ગયા, અને ત્રણ કલાકની રાહ જોયા પછી, મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

3 કલાક રાહ જોયા બાદ મેચ રદ થઈ

ભારત-દક્ષિણ આફ્રિકા મેચ માટે ટોસ સાંજે 6:30 વાગ્યે થવાનો હતો, પરંતુ પરિસ્થિતિ પહેલાથી જ વણસી ગઈ હતી, જેના કારણે બંને અમ્પાયરોએ ટોસ 20 મિનિટ માટે મુલતવી રાખ્યો હતો. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અમ્પાયરો સાંજે 6:50 વાગ્યે પાછા ફર્યા. જોકે, તે પછી પણ પરિસ્થિતિ સંપૂર્ણપણે સારી થઈ ન હતી. પરિણામે, અમ્પાયરોએ ટોસ સાંજે 7:30 વાગ્યા સુધી મુલતવી રાખ્યો. આ પ્રક્રિયા દર અડધા કલાકે પુનરાવર્તિત થતી હતી. અંતે, સવારે 9:25 વાગ્યે, છઠ્ઠીવાર નિરીક્ષણ માટે પહોંચેલા અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો.

T20 સતત 11 શ્રેણીથી અજેય ટીમ ઈન્ડિયા

આ પરિણામથી ભારતનો T20I શ્રેણીમાં અજેય રહેવાનો સિલસિલો સતત 11 શ્રેણી સુધી લંબાયો છે. કારણ કે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ હતી. દક્ષિણ આફ્રિકા પાસે આજની મેચ જીતીને શ્રેણી બરાબર કરવાની તક હતી, અને પછી અંતિમ મેચ નિર્ણાયક મેચ હોત, જ્યાં તેઓ જીતી શક્યા હોત. પરંતુ હવે, દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 2-2 થી ડ્રો જ કરી શકે છે. અંતિમ મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.

શુભમન ગિલ શ્રેણીમાંથી બહાર

આ મેચ નહોતી થઈ, પરંતુ ટીમ ઈન્ડિયાને પહેલા જ ઝટકો લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન શુભમન ગિલ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આઉટ ઓફ ફોર્મ ઓપનર શુભમન ગિલને ચોથી T20 ના એક દિવસ પહેલા પ્રેક્ટિસ મેચ દરમિયાન પગમાં ઈજા થઈ હતી. જેના કારણે તે ચોથી અને પાંચમી મેચમાંથી પણ બહાર થઈ ગયો હતો. જોકે, ટીમમાં કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડીનો સમાવેશ થવાની અપેક્ષા નથી.

આ પણ વાંચો: IND vs SA: હાર્દિક પંડ્યા માસ્ક પહેરીને મેદાનમાં આવ્યો, લખનૌનો AQI જાણીને ચોંકી જશો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:42 pm, Wed, 17 December 25