Breaking News: પાકિસ્તાન ક્રિકેટમાં ફરી ફિક્સિંગ ? PCBએ શરૂ કરી તપાસ, જાણો શું છે સમગ્ર મામલો

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટમાં અચાનક મોટા ફેરફારો બાદ હવે વધુ એક મામલો ચર્ચામાં આવ્યો છે. PCBએ ટીમના ખેલાડીઓના શિસ્ત અને આચરણને લઈને આંતરિક તપાસ શરૂ કરી છે. જોકે, બોર્ડે તપાસ પાછળના ચોક્કસ આરોપો કે તેમાં કયા ખેલાડીઓ સામેલ છે તેની માહિતી આપી નથી. બીજી તરફ, કેટલાક અહેવાલોને કારણે મેચ ફિક્સિંગની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

Breaking News: પાકિસ્તાન ક્રિકેટમાં ફરી ફિક્સિંગ ? PCBએ શરૂ કરી તપાસ, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan
Image Credit source: X
| Updated on: Sep 07, 2026 | 7:42 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ હાલ સતત વિવાદોમાં ઘેરાયેલો છે. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ટીમ 2-0થી પાછળ છે અને લોર્ડ્સમાં મળેલી 194 રનની હાર બાદ PCBએ ટીમમાં મોટા ફેરફારો કર્યા હતા. સાત ખેલાડીઓને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા હતા, જ્યારે કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ હવે PCBએ આંતરિક તપાસ શરૂ કરી છે.

પાકિસ્તાન ક્રિકેટમાં ખડભડાટ

PCBના મીડિયા અને ડિજિટલ કમ્યુનિકેશન ડિરેક્ટર આમિર મીરે 7 સપ્ટેમ્બરે જણાવ્યું કે મીડિયા અહેવાલોમાં શિસ્ત અને ખેલાડીઓના આચરણને લઈને સામે આવેલી બાબતોની આંતરિક સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તપાસ PCBના નિયમો અને નક્કી કરેલી પ્રક્રિયા અનુસાર હાથ ધરવામાં આવી રહી છે અને તમામ સંબંધિત લોકોને યોગ્ય તક આપવામાં આવશે.

તપાસમાં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો?

આ તપાસ વચ્ચે કેટલાક અહેવાલોમાં પાકિસ્તાની ખેલાડીઓના મોબાઇલ ફોન અને તેમની લંડનમાં થયેલી કેટલીક પ્રવૃત્તિઓને લઈને પણ દાવા કરવામાં આવ્યા છે. કેટલાક અહેવાલોમાં ઈમામ-ઉલ-હક અને મોહમ્મદ રિઝવાનને લગતી તપાસનો ઉલ્લેખ થયો છે. જોકે, PCBએ સત્તાવાર રીતે ન તો આ ખેલાડીઓના નામની પુષ્ટિ કરી છે અને ન તો તપાસમાં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હોવાનું કહ્યું છે.

PCBએ નથી કરી કોઈ સત્તાવાર જાહેરાત

PCBએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ચાલી રહેલા સટ્ટાકીય અહેવાલો અને અપ્રમાણિત દાવાઓને અત્યારે વિશ્વસનીય ન માનવા જોઈએ. બોર્ડે કહ્યું છે કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તે આ મામલે વધુ માહિતી જાહેર કરશે નહીં અને ચાહકો તથા અન્ય હિસ્સેદારોને માત્ર PCB તરફથી મળતી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવાની સલાહ આપી છે.

સ્પોટ-ફિક્સિંગ કૌભાંડની યાદો ફરી તાજી થઈ

પાકિસ્તાન ક્રિકેટમાં હાલની સ્થિતિએ 2010ના સ્પોટ-ફિક્સિંગ કૌભાંડની યાદો ફરી તાજી કરી છે. તે સમયે સલમાન બટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને ઈરાદાપૂર્વક નો-બોલ ફેંકવાના બદલામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમના પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે, હાલની તપાસમાં હજુ સુધી મેચ ફિક્સિંગ અંગે કોઈ સત્તાવાર પુરાવો કે આરોપ સામે આવ્યો નથી, તેથી PCBની તપાસના અંતિમ તારણની રાહ જોવી પડશે.

Breaking News: ભારતીય ખેલાડીને ઈશારો કરવો પાકિસ્તાની કેપ્ટનને પડ્યો ભારે, ICCએ ફટકારી સજા

Published On - 7:41 pm, Mon, 7 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.