Breaking News : લોર્ડ્સ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને મળી મોટી સજા, ICCએ ફટકાર્યો દંડ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ICC આચારસંહિતાના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજની મેચ ફીમાંથી 15 ટકા કાપવામાં આવી છે. મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડના ખેલાડીની વિકેટ લીધા બાદ તેણે ધક્કો માર્યો હતો, જે બાદ તેને ICC દ્વારા સજા કરવામાં આવી હતી.

Breaking News : લોર્ડ્સ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને મળી મોટી સજા, ICCએ ફટકાર્યો દંડ
Mohammed Siraj
Image Credit source: PTI
| Updated on: Jul 14, 2025 | 4:10 PM

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને એક ખેલાડીને ધક્કો મારવા બદલ સજા ફટકારવામાં આવી છે. લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે સિરાજે આ ભૂલ કરી હતી, જેના માટે તેની મેચ ફી 15 ટકા કાપવામાં આવી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ દરમિયાન વિકેટ લીધા બાદ સિરાજે બેન ડકેટને ધક્કો માર્યો હતો. સિરાજના વર્તનને ICC આચારસંહિતાની કલમ 2.5 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

સિરાજે બેન ડકેટને ધક્કો માર્યો

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં તેમની પહેલી વિકેટ બેન ડકેટના રૂપમાં પડી. ચોથા દિવસના પહેલા સત્રમાં સિરાજે તેને બુમરાહના હાથે કેચ આઉટ કરાવ્યો. ડકેટને આઉટ કર્યા પછી, સિરાજ વિકેટની ઉજવણી કરતી વખતે થોડો આક્રમક બન્યો. તે દરમિયાન તેણે બેન ડકેટને ધક્કો માર્યો. આ ભૂલ માટે સિરાજને દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો હતો, જેના પછી તેના કુલ ડિમેરિટ પોઈન્ટ હવે 2 થઈ ગયા છે. છેલ્લા 24 મહિનામાં સિરાજની આ બીજી ભૂલ હતી.

સિરાજે લોર્ડ્સ ટેસ્ટમાં કુલ 4 વિકેટ લીધી

સિરાજે લોર્ડ્સ ટેસ્ટમાં 116 રન આપીને 4 વિકેટ લીધી હતી. આમાં, તેણે પહેલી ઈનિંગમાં 85 રન આપીને 2 વિકેટ લીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં બાકીની 2 વિકેટ 31 રન આપીને લીધી હતી. જ્યાં સુધી લોર્ડ્સ ટેસ્ટનો સવાલ છે, તો મામલો હજુ પણ 50-50 પર અટવાયેલો છે. ઈંગ્લેન્ડ જીતવા માટે 6 વિકેટની અને ભારતને 135 રનની જરૂર છે.

ભારતને જીતવા 193 રનનો ટાર્ગેટ

ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 387 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પણ પ્રથમ ઈનિંગમાં 387 રન જ બનાવ્યા હતા. આ પછી, ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 192 રનમાં ઓલઆઉટ થયું અને આમ ભારતને જીત માટે 193 રનનો લક્ષ્યાંક મળ્યો. આ લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની રમતના અંત સુધીમાં 4 વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: IND vs ENG : આ તો હદ થઈ ગઈ, ભારતીય ટીમને હરાવવા પર વિદેશી અમ્પાયરે લગાવ્યું એડી ચોટીનું જોર, લોર્ડ્સ ટેસ્ટમાં ખોટા નિર્ણયથી મચી ધમાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો