Breaking News : વૈભવ સૂર્યવંશીએ 4 બોલમાં 2 વિકેટ લીધી, Duleep Trophyમાં કરી શાનદાર બોલિંગ જુઓ, VIDEO

લો બોલો વૈભવ સૂર્યવંશી તો હવે બોલર બની ગયો. જેવું બેટથી કામ કરી રહ્યો છે. તેવું કામ વૈભવ સૂર્યવંશીએ બોલથી કર્યું હતુ. 4 બોલમાં 2 વિકેટ લીધી છે.

Breaking News : વૈભવ સૂર્યવંશીએ 4 બોલમાં 2 વિકેટ લીધી, Duleep Trophyમાં કરી શાનદાર બોલિંગ જુઓ, VIDEO
Image Credit source: AI
| Updated on: Aug 25, 2026 | 1:54 PM

Vaibhav Sooryavanshi Bowling : બેટથી ધમાલ મચાવી ન શક્યો તો શું થયું. વૈભવ સૂર્યવંશીએ બોલથી ધમાલ મચાવી છે. દુલીપ ટ્રોફીમાં પોતાના શાનદાર બોલિંગથી તેમણે ચાહકોને ખુશ કરી દીધા છે. બેંગ્લોરમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં ઈર્સ્ટ ઝોનના વાઈસ કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ નોર્થ ઈર્સ્ટ ઝોનની 2 વિકેટ માત્ર 4 બોલમાં લીધી છે. આમ કરી પોતાની ટીમને જીતની નજીક પહોંચાડ્યું હતુ.

વૈભવ સૂર્યવંશીએ 4 બોલમાં 2 વિકેટ લીધી

વૈભવ સૂર્યવંશીએ ત્રીજા દિવસની રમતમાં બોલિંગની ફોલોઓન રમાઈ રહેલી નોર્થ ઈર્સ્ટ ઝોનની 2 વિકેટ લીધી હતી. તેમણે આ બે વિકેટ નોર્થ ઈસ્ટ ઝોનની બીજી ઈનિગ્સમાં 28મી ઓવરમાં લીધી હતી. તેમણે પહેલી વિકેટ કિશન લિંગદોહની ઓવરની બીજા બોલ પર લીધી. જ્યારે બીજી વિકેટ ઓવરના 5માં બોલ પર ઈમલીવતી લેમતુરની લીધી હતી.

 

 

નોર્થ ઈર્સ્ટ ઝોનની બીજી ઈનિગ્સમાં વૈભવ સૂર્યવંશીએ કુલ 3 ઓવર નાંખી હતી. જેમાં 11 રન આપી તેમણે 2 વિકેટ લીધી હતી.

ઈર્સ્ટ ઝોન અને નોર્થ ઈર્સ્ટ ઝોન મેચની સ્થિતિ

દુલીપ ટ્રોફીક્વાર્ટર-ફાઇનલમાં, પૂર્વ ઝોને પ્રથમ બેટિંગ કરતા સુદીપ કુમાર ઘરામી અને શાહબાઝ અહેમદની સદીઓની મદદથી તેમની પ્રથમ ઇનિંગમાં 467 રન બનાવ્યા. જવાબમાં નોર્થ ઈર્સ્ટ ઝોન 111 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના કારણે તેમને ફોલોઓન કરવાની ફરજ પડી. નોર્થ ઈર્સ્ટ ઝોનની બીજો ઇનિંગ પણ ખરાબ સ્થિતિમાં છે, અને તેઓ હવે ઇનિંગ હારના ભયનો સામનો કરી રહ્યા છે. વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરી ન હતી, પરંતુ તેણે બીજી ઇનિંગમાં પોતાની તાકાત દેખાડી હતી.

વૈભવ સૂર્યવંશી ઇનિંગની શરૂઆત કરવા આવ્યો પણ સસ્તામાં આઉટ થયો. તેણે પોતાની બેટિંગથી નિરાશા વ્યક્ત કરી, પરંતુ જ્યારે તેને બોલ આપવામાં આવ્યો ત્યારે તાકાત દેખાડી હતી. તેણે શાનદાર બોલિંગ કરી, માત્ર ચાર બોલમાં બે વિકેટ લીધી.

સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ તોડનાર વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.