
ક્રિકેટનો ચાહક વર્ગ ખુબ મોટો છે. તેમજ અનેક રાજ્યોમાંથી ક્રિકેટરો આવી ભારતીય ટીમ માટે રમે છે. પરંતુ જ્યારે કોઈ ક્રિકેટરનું મૃત્યું થાય કે, આત્મહત્યા કરી લે છે. તો ક્રિકેટ ચાહકો ખુબ દુખી થાય છે. હાલમાં એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટીમમાં સિલેક્શન ન થતા એક મહિલા ક્રિકેટરે આત્મહત્યા કરી લીધી છે. 19 વર્ષની આ ક્રિકેટરની ઓળખ એન્જેલ ગંગવાની તરીકે થઈ છે. ક્રિકેટરની આત્મહત્યાનો આ મામલો પુડુચેરીનો છે. T20 ક્રિકેટ ટીમ માટે ઉભરતા ખેલાડીઓની પસંદગી માટેના ટ્રાયલ પુડુચેરીના થુટ્ટીપેટમાં યોજાઈ હતી.
એન્જલ ગંગવાનીએ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો, પરંતુ જ્યારે તેનું નામ લિસ્ટમાં ન આવ્યું, ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, એન્જલ ગંગવાની બીબીએના બીજા વર્ષની વિદ્યાર્થીની હતી અને જીએસટી સુપરિન્ટેન્ડેન્ટ કાશ્મીર કુમારની દીકરી હતી. છેલ્લા બે વર્ષથી, તે પુડુચેરીના થુટ્ટીપેટમાં રહીને પોતાનો અભ્યાસ અને ક્રિકેટ તાલીમ લઈ રહી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ તેના મકાન માલિક પી.દુરૈરાજે જણાવ્યું કે, એન્જેલ ગંગવાની હાલમાં થુતિપેટમાં થયેલા પુડુચેરી મહિલા ટી20 સિલેક્શન ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. પરંતુ આવનારી ઘરેલું સીઝન માટેની ફાઈનલ માટે તેનું નામ સામેલ ન હતુ. મકાન માલિકના નિવેદન મુજબ પુડુચેરી ટી20 ક્રિકેટ ટીમમાં સિલેક્શન ન થતાં એન્જેલ નિરાશ રહેતી હતી.
મકાન માલિક પોલીસને ફરિયાદ કરતા કહ્યું કે,તેને જ્યારે બોલાવવામાં આવી તો એન્જલે કોઈ જવાબ આપ્યો નહી. તેને શંકા ગઈ હતી,મકાન માલિકના જણાવ્યા અનુસાર બુધવારે 8 કલાકે પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ તે તેના રુમમાં આવી હતી.
એજન્લ ગંગવાનીની આત્મહત્યા તે સમયે સામે આવી છે. જ્યારે કોચ કાથિરવેલે તેને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. કોચ કાથિરવેલ એન્જલના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને જોયું તો એન્જલે આત્મહત્યા કરી હતી. એન્જલ ગંગવાનીની બોડી તરત સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહી ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.જોકે, ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ, પુડુચેરીની ડી. નગર પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.